રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : બુધવાર, 3 ઑગસ્ટ 2022 (11:57 IST)

સુરતના યુવકે 70 વર્ષીય વૃદ્ધા પર ગુજાર્યો પીશાચી બળાત્કાર, વૃદ્ધાનું મોત

ગુજરાતમાં ગુનાખોરીના ગ્રાફ ધીરે ધીરે ઊંચો જઈ રહ્યો છે. રાજ્યમાં બળાત્કારના ગુનામાં પણ વધારો થવા લાગ્યો છે. ત્યારે આવો જ એક હચમચાવી નાખતો બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. માનવતાને શર્મસાર કરનાર ઘટના સુરત નજીક આવેલા કોસંબાના રેલવે સ્ટેશન પર સર્જાઇ છે. અહીં 21 વર્ષના હવસખોર યુવકે 70 વર્ષની વૃદ્ધા પર પીશાચી બળાત્કાર ગુજાર્યો છે. નરાધમે બળજબરીપૂર્વક બાંધેલા શારીરિક સંબંધના લીધે વૃદ્ધાના ગુપ્તાંગ એક થઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ કેસમાં સુરત પોલીસે હવસખોર નરાધમ યુવકની ધરપકડ કરી છે.
 
કોસંબા રેલ્વે સ્ટેશન પાસે 29 જુલાઈએ 70 વર્ષીય મહિલા પર બળાત્કાર અને હત્યાની ઘટનામાં પોલીસે 21 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. આરોપી દ્વારા બળાત્કાર કરવામાં આવતા વૃદ્ધાના ગુપ્તાંગ એક થઈ ગયા હતા. પોલીસ ભોગ બનનાર વૃધ્ધાને હોસ્પિટલ લઈ ગઈ હતી જો કે વૃધ્ધાનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. મહિલાના મોત બાદ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા અને બળાત્કારના કેસમાં પોલીસે મુખ્ય આરોપી સમીર ગુલામ કાદરની ધરપકડ કરી હતી જે માંગરોળ તાલુકામાં મજૂરી કામ કરે છે અને રહે છે.
 
ધરપકડ કર્યા પછી તેણે પોતાનો ગુનો કબૂલ કયો હતો.કોવિડ -19 રિપોર્ટ નેગેટિવ આવતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ બળાત્કાર ગુજાર્યા બાદ વૃધ્ધ મહિલાના ગુપ્તાંગમાં હાથ નાખી ગુપ્તાંગના આંતરડા બહાર કાઢી નાખ્યા હતા અને બાદમાં ફરાર થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે મહિલા જીવતી હતી અને રડી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મહિલા નજરે આવતાં તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી. ત્યારબાદ મહિલાનું ઓપરેશન કરાયું હતું. પરંતુ એક દિવસ પછી તેનું મૃત્યુ થયું હતું.
 
આ ઘટનામાં પોલીસે સમીર ગુલામ કાદરની ધરપકડ કરી છે. મજૂરી કામ કરતા યુવકે આ હૈવાનિયતભર્યું કૃત્ય કેમ કર્યું તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. શું ભૂતકાળમાં પણ આ યુવકે કોઈ સાથે બળાત્કાર કર્યો છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. યુવક સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરી પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.