મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. દિવાળી
Written By
Last Updated :નવી દિલ્હી. , મંગળવાર, 22 ઑક્ટોબર 2024 (14:31 IST)

Diwali Muhurat Trading - શુ હોય છે મુહુર્ત ટ્રેડિંગ, જાણો મુહુર્ત ટ્રેડિંગ વિશે એ બધુ જે આપ જાણવા માંગો છો

Diwali Muhurat Trading
Diwali Muhurat Trading
 
 
Diwali Muhurat Trading   દિવાળી પર શેરબજાર બંધ રહે છે. દિવાળી એ એક દિવસ છે જ્યારે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. લક્ષ્મી પૂજનના દિવસે લક્ષ્મીના સ્ત્રોતને સંપૂર્ણપણે બંધ કરી દેવાનું યોગ્ય નથી. તેથી તે દિવસે થોડો સમય વેપાર કરવામાં આવે છે. આને મુહૂર્ત વેપાર કહે છે. આ સાંજે 1 કલાક માટે કરવામાં આવે છે. તેનો સમય અગાઉથી જણાવવામાં આવે છે. પરંપરા મુજબ આ વખતે પણ મુહૂર્ત વેપાર થશે.
 
સ્ટોક એક્સચેન્જ દિવાળીના અવસર પર ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સેશનનું આયોજન કરે છે. સામાન્ય રીતે, એક્સચેન્જો સાંજે 1 કલાક માટે ખુલ્લા હોય છે જ્યાં વેપારીઓ અને રોકાણકારો નવા વર્ષની શરૂઆતને ચિહ્નિત કરવા વેપાર કરી શકે છે. આ વર્ષે પણ ભારતીય સ્ટોક એક્સચેન્જો શુક્રવાર, નવેમ્બર 1, 2024 ના રોજ વિશેષ મુહૂર્ત ટ્રેડિંગ સત્રનું આયોજન કરશે. ફાઇનાન્શિયલ એક્સપ્રેસના સમાચાર મુજબ, વિશેષ સત્ર સાંજે 6.15 વાગ્યે શરૂ થશે અને શુક્રવારે સાંજે 7.15 વાગ્યે સમાપ્ત થશે. 15 મિનિટનું પ્રી-ઓપન સેશન પણ હશે. NSE અને BSE બંને મુહૂર્ત ટ્રેડિંગમાં ભાગ લે છે.
 
શું હોય છે મુહૂર્ત ટ્રેડિંગ અને કેમ કરવામાં આવે છે
 
આ એક પરંપરાગત ટ્રેડ હોય છે અને આ શુભ દિવસ હોય છે. આ દિવસે રોકાણકારો સૌભાગ્યશાળી વર્ષની મનોકામના સાથે થોડીવાર માટે ટ્રેડ કરે છે. આ આધ્યાત્મિકતાનું પ્રતીક છે. લોકોનું માનવુ છે કે આ શુભ ઘડીમાં જો ટ્રેડિંગ કરવામાં આવે તો આખુ વર્ષ સફળતા મળી રહે છે અને ધન લાભ થાય છે.  
 
કેમ કરવામાં આવે છે ટ્રેડિંગ 
 
જો તમે ટ્રેડિંગ અથવા રોકાણની શરુઆત કરવા ઈચ્છો છો, તો તેમાં તમારી માટે આનાથી સારો સમય કદાચ બીજો કોઈ નહી હોય. આ સમયમાં મોટાભાગના લોકો સ્ટોક ખરીદે છે અને તે દિવસે બજારમાં થોડા સમય માટે તેજી હોય છે. જેમા કેટલાક લોકો 1 કલાકમાં જ લાખો રુપિયાની કમાણી કરી લેતા હોય છે.