અંબે મા પાય લાગું રે

મારે મંદિરીએ આવો રે

વેબ દુનિયા|

અંબે મા પાય લાગું રે
માજી પથ્‍થરમાંથી પ્રગટ થયાં રે,
માજી વસિયાં ડુંગર માંય, રે અંબે
માજી પથ્‍થરમાંથી પ્રગટ થયાં રે,
માજી વસિયાં ડુંગર માંય, રે અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી પિત્તળ લોટા જળે ભર્યા રે.
માજી દાતણ કરતેરાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી ના'વણ કુંડિયો, જળે ભરી રે.
માજી ના'વણકરતેરાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.માજી રાંધી રસોઈ હેતથી રે
માજી ભોજન કરતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી મુખવાસ આપીશએલચી રે.
માજી મુખવાસ કરતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી રમવા આપીશ સોગઠાં રે.
માજી રમત રમતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી પોઢણ આપીશ ઢોલિયા રે.માજી પોઢણ કરતેરાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી આપીશ કુમકુમ લાલ રે.
માજી ટીલડી કરતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી આપીશ નવલખહાર રે.
માજી શ્રૃંગાર સજતાં જાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.
માજી ગુણતારા સૌ ગાય રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.માજી આવી ગરબા ગાવ રે, અંબે મા પાય લાગું છુ પ્રેમથી રે.


આ પણ વાંચો :