નવી ફિલ્મ : જેલ
IFMપરાગ દિક્ષિત (નીલ નીતિન મુકેશ)નુ માનવુ છે કે તેના પર ઈશ્વરની અપાર કૃપાક છે. પરાગની ઉંમર છે 25 વર્ષની આસપાસ. આ વયે તેની પાસે બધુ જ છે. સુખ-સગવડના બધા જ સાધનો, મનગમતુ કામ અને સુંદર ગર્લફ્રેંડ. માનસી (મુગ્ધા ગોડસે)પણ પરાગને ખૂબ જ પ્રેમ કરે છે.
પરાગની જીંદગીમાં એક દિવસ એવો વળાંક આવી જાય છે કે તેને જેલ ભેગુ થવુ પડે છે. પોલીસ તેને ખૂબ મારે છે. જેલ તેને નરક જેવી લાગે છે. પરાગને લાગે છે કે આ એક ખરાબ સ્વપ્ન છે ...