શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By સમય તામ્રકર|

મિ. વ્હાઈટ મિ. બ્લેક

IFM
નિર્માતા - બિપિન શાહ
નિર્દેશક - દીપક શિવદાસાની
સંગીત - જતીન પંડિત, લલિત પંડિત, તૌસિફ અખ્તર
કલાકાર - સુનિલ શેટ્ટી, અરશદ વારસી, સંધ્યા મૃદુલ, અનિષ્કા ખોસલા.

હાસ્યની સાથે અપરાધિક તત્વો ભેળવીને મિ. વ્હાઈટ મિ. બ્લેકની કથા લખવામાં આવી છે. ગોપી(સુનીલ શેટ્ટી) ગોવા આવી પહોંચે છે. પોતાના દોસ્ત કિશન (અરશદ વારસી)ની શોધમાં. આ શોધ પાછળનું કારણ છે ગોપીના પિતા જે મરતાં પહેલા કહે છે કે જમીનનો એક નાનકડો ટુકડો કિશનને આપવાનો છે. ગોપી તો હતો આજ્ઞાકારી છોકરો.

IFM
કિશન ચાલુ પ્રકારનો માણસ છે. લોકોને બવકૂફ બનાવીને તે પૈસા કમાવે છે. તેના આ કામમાં સહયોગ આપે છે બાબૂ(અતુલ કાર્લ). કિશન આ વાતને અનુરાધા(રશ્મિ નિગમ) થી છુપાવેલી રાખે છે. તે જ્યારે આ વિશે પૂછે છે તો તે કહી દે છે કે આવું ગંદુ કામ તો તે નહિ પણ તેનો હમશકલ ભાઈ કરે છે.

કિશનને ગોપી શોધી કાઢે છે. પરંતુ કિશન જમીનના એ નાનકડાં ટુકડા માટે હોશિયારપુર નથી જવા માંગતો. ગોપી પણ નક્કી કરી લે છે કે તે કિશનને લઈનેજ જશે. અને પોતાના પિતાની અંતિમ ઈચ્છા પૂરી કરશે. કિશન, ગોપીથી બચવા ભાગતો રહે છે. કિશનને પકડવામાં ગોપીની મદદ કેજી રિપોર્ટના માલિકની છોકરી તાન્યા(અનિષ્કા ખોસલા) કરે છે.

IFM
આ વાર્તા ત્યારે રસપ્રદ બને છે જ્યારે ખબર પડે છે કે ત્રણ સુંદર છોકરીઓએ કિમંતી હીરા ચોરી લીધા છે. આ ત્રણે છોકરીઓ કેજી રિસોર્ટમાં સંતાયેલી હોવાની ખબર પડે છે. કિશનને પૈસા કમાવવાની તક મળી જાય છે. તે ત્યાં પહોચે છે તેની પાછળ પાછળ ગોપી અને તાન્યા પણ પહોંચી જાય છે. બધા ત્યાં પહોંચી ગયા પછી વિચિત્ર સંજોગો ઉભા થાય છે. ગોપી પોતાની જાતને તે ગેંગનો એક ભાગ છે એવું લાગે છે.

આ બધુ કેવી રીતે થયુ ? શુ કિશનને ગોપી હોશિયારપુર લઈ જઈ શકશે ? તે જમીનમાં શુ રહસ્ય છુપાયેલુ છે ? આ બધ સવાલોના જવાબ મળશે 'મિ.વ્હાઈટ મિ.બ્લેક' માં.