શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By સમય તામ્રકર|

ડોન મુથુસ્વામી:ડોન બન્યો સીધો-સાદો

IFM
નિર્માતા : શક્તિ સામંત
નિર્દેશક : આહીમ સામંતા
સંગીત ; અનુ મલિ
કલાકાર : મિથુન ચક્રવર્તી, હર્ષિતા ભટ્ટ, રોહિત રોય, શક્તિ કપૂર

ડોન મુથુસ્વામી(મિથુન ચક્રવર્તી) મુંબઈનો ડોન છે. તેનાથી બધા ગભરાય છે. મુથુને ખબર પડે છે કે તેના પિતા બીમાર છે. અને તેમના બચવાની કોઈ આશા નથી. તે પોતાના પિતાને મળવા જાય છે.

જેવો મુથુ પોતાના પિતાને મળવા માટે નીચે નમે છે, તેઓ તેને એક જોરદાર લાફો મારે છે. મુથુને કશુ જ સમજાતુ નથી. તેના પિતા કહે છે કે મુથુના કાળાકામોથી તેમને અને પરિવારના સભ્યોને લોકોની સામે શરમથી નીચુ જોવુ પડે છે. તેઓ ખૂબ દુ:ખી થઈને આ દુનિયામાંથી જઈ રહ્યા છે.

IFM
મુથુ પોતાના પિતાને ખુશ કરવા માંગે છે. તે એમને પૂછે છે કે તેઓ કેવી રીતે ખુશ થશે ? મુથુના પિતા કહે છે કે જો તે ખરાબ કામ કરવાના છોડી દેશે તો તેમને ખુશી મળશે. મુથુ પોતાના પિતાને આ વાતનું વચન આપે છે.

મુથુ પોતાના માણસોને કહે છે કે હવે આપણે બધા મળીને સારા કામો કરીશુ. તે ડોન મુથુથી સર મુથુસ્વામી કહેવાશે. પોતાની ભાષા સુધારવાને માટે તે જયકિશન(મોહિત રૈના) પાસેથી હિન્દી અને ઉર્દૂ શીખે છે.

ડોનથી સામાન્ય માણસ બનવુ એટલુ સરળ નથી. પોલીસનુ ચક્કર અને વિરોધી ગેંગ મુથુસ્વામીના રસ્તામાં રોડા નાખે છે. આ ચિંતાઓ સિવાય મુથુને પોતાની દીકરી સંજના (હર્ષિતા ભટ્ટ)ના લગ્નની પણ ચિંતા છે.

તે પોતાના ખાસ મિત્ર વર્ધનના પુત્ર પ્રધાન સાથે સંજનાનુ લગ્ન કરવા માંગે છે. પણ સંજનાને તે પસંદ નથી. લગ્નથી બચવા માટે તે પોતાના પિતાને કહી દે છે કે તે માઁ બનવાની છે.

મુથુનો મેનેજર પ્રીતમ(રોહિત રોય) પણ સંજનાને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવાના સપનાં જુએ છે. તે ખૂબ જ લાલચી છે અને વારંવાર મુથુના હિસાબમાં ગડબડ કરી ચોરી કરતો રહે છે. આ દરમિયાન મુથુને ભણાવતો શિક્ષક જયકિશન અને સંજના એક બીજાને પ્રેમ કરવા માંડે છે.

IFM
શુ ડોનથી સામાન્ય માણસ બનવુ સરળ છે ?
પ્રીતમની ચોરી મુથુ કેવી રીતે પકડશે ?
શુ સંજના ગર્ભવતી છે ?
તેના બાળકના પિતા કોણ છે ?
આ બધા પ્રશ્નોના જવાબ મળશે 'ડોન મુથુસ્વામી'માં.