શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

'જિમી' મિમોહની પહેલી ફિલ્મ

P.R
નિર્માતા : નવમાન મલિક - સલમાન મલિક
નિર્દેશક : રાજ એન. સિપ્પી
સંગીત : આનંદ રાજ આનંદ
કલાકાર : મિમોહ ચક્રવર્તી, વિવાના, રાહુલ દેવ, જુલ્ફી સઈદ, વલ્લભ વ્યાસ, વિકાસ કલંત્રી, શક્તિ કપૂર.

મિથુન ચક્રવર્તીના પુત્ર મિમોહ ચક્રવર્તી કેટલાય દિવસોથી પોતાની પહેલી ફિલ્મના પ્રદર્શનની રાહ જોઈ રહ્યહતા. મિમોહની આતુરતાનો અંત થવા જઈ રહ્યો છે. 18 એપ્રિલે તેમની પહેલી ફિલ્મ 'જિમી' પ્રદર્શિત થવા જઈ રહી છે. મિથુનને આશા છે કે તેમના પ્રશસકોનો પ્રેમ મિમોહને પણ મળશે.

જિમી(મિમોહ ચક્રવર્તી) કદી મહેનતથી નથી ઘબરાતો. પોતાના પરિવારને મદદ કરવા માટે તે દિવસ-રાત મહેનત કરે છે. દિવસે તે એક કાર એંજીનિયરના રૂપે કામ કરે છે અને રાત્રે એક ક્લબમાં ડીજેના રૂપમાં જોવા મળે છે.

સીધા સાદા અને સત્યના રસ્તે ચાલનારા જીમીની જીન્દગીમાં એક એવી ઘટના બને છે જેને કારણે તેનો માર્ગ બદલાઈ જાય છે. તે હવે પહેલા જેવો જીમી નથી રહ્યો. તેના વિચારો બદલાઈ જાય છે. જિમી હવે નવા રસ્તે ચાલવા માંડે છે. પણ જીમીની આ યાત્રા સરળ નથી. જેમા એક તરફ સફળતા છે તો બીજી બાજુ જોખમ.
P.R

કેમ બદલાય જાય છે જીમીના વિચારો ?
શુ જીમી આવુ જ ઈચ્છતો હતો ?
શુ તે સફળ થઈ શકશે ?
આ બધા સવાલોના જવાબ જાણવા જુઓ 'જીમી'

કેવી રીતે મળી મિમોહને પહેલી ફિલ્મ ?

આ ફિલ્મનુ નિર્માણ નવમાન મલિક અને સલમાન મલિક દ્વારા સ્થાપિત બેનર હાઈ ડેફિશિયન મોશન પિક્ચર્સ દ્વારા કરવામાં આવ્યુ છે. મિમોહને ફિલ્મમાં લેવાનુ કારણ બતાવતા નવમાનનુ કહેવુ છે કે 'મેં સાંભળ્યુ હતુ કે મિથુન પોતાના પુત્રને ફિલ્મોમાં લાવી રહ્યા છે'.

અમારી વાર્તામાં એક નવયુવકની જરૂર હતી, તો અમે વિચાર્યુ કે મિમોહને લઈએ તો શુ ખોટુ છે. જ્યારે મિથુન સાથે મુલાકાત કરીને વાર્તા સંભળાવી તો તેમને વાર્તા સારી લાગી અને મિમોહ અમારી ફિલ્મમાં આવી ગયો. જ્યારે હીરો નવો હોય તો હીરોઈન પણ નવી હોવી જોઈએ.

નાયિકાની પસંદગી માટે અનુપમ ખેરની એકટિંગ સ્કૂલ સાથે સંપર્ક કર્યો. વિવાના ત્યાં જ અભિનય શીખી રહી હતે અને અમારી ફિલ્મને માટે તે એકદમ યોગ્ય લાગી. વિવાના એક જાણીતી મોડલ છે અને અક્ષય કુમાર અને કેટરીના કેફ સાથે મોડેલિંગ કરી ચૂકી છે.

ફિલ્મનુ નામ 'જીમી' કેમ ?
P.R

નિર્માતા નવમાન મલિકના મુજબ આ નામ પાછળ એક રસપ્રદ વાત છે. મિથુન ઈચ્છતા હતા કે આ ફિલ્મનુ નામ 'જીમી' રાખવામાં આવે. 'ડિસ્કો ડાંસર'માં મિથુનનુ નામ જીમી હતુ. આ ફિલ્મમાં તેમના પર એક ગીત 'જીમી...જીમી... આજા, આજા, આજા' ફિલ્માવવામાં આવ્યુ હતુ,

મિથુનને આ નામ અને ગીતથી ખૂબ જ પ્રેમ છે તેથી તેમણે પોતાના પુત્રની પહેલી ફિલ્મનુ નામ 'જીમી' રાખવાની સલાહ આપી. આ નામ સુહેલ ખાને રજિસ્ટર્ડ કરી મૂક્યુ હતુ. જ્યારે મિથુને તેમણે આ ટાયટલ આપવાની વિનંતી કરી તો તેમણે સુહેલે તે હસતાં-હસતાં આપી દીધુ.