શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

ભૂતનાથ : બંકૂનો પ્રિય મિત્ર

IFM
નિર્માતા : રવિ ચોપડ
નિર્દેશક : વિવેક શર્મા
ગીતકાર : જાવેદ અખ્તર
સંગીરકાર : વિશાલ-શેખર, સલીમ-સુલેમા
કલાકાર : અમિતાભ બચ્ચન, અમન સિદ્દીકી, જૂહી ચાવલા, પ્રિયાંશુ ચેટર્જી, સતીશ શાહ, રાજપાલ યાદવ , શાહરૂખ ખાન(વિશેષ ભૂમિકા)

આમ તો એનુ નામ અમન શર્મા છે, પણ બધા એને પ્રેમથી બંકૂ(અમન સિદ્દીકી) કહીને બોલાવે છે. સાત વર્ષીય બંકૂને એક સામાન્ય બાળકની જેમ ધમાચોકડી કરવામાં બહુ મજા આવે છે. વાર્તા બનાવવામાં તે એક નંબર છે અને તેની મમ્મી અંજલી શર્મા(જૂહી ચાવલા)ને સતાવવામાં તેને બહુ મજા આવે છે.

બંકૂનો એક 'કાલ્પનિક' મિત્ર ભૂતનાથ(અમિતાભ બચ્ચન) છે. ભૂતનાથ ખૂબ જ ઓછુ બોલવાવાળો તુનક મિજાજી છે, પણ બંકૂની મિત્રતા તેને બદલી નાખે છે. ભૂતનાથને બંકૂમાં પોતાનો પૌત્ર દેખાય છે.

બંકૂ અને ભૂતનાથ મળીને શાળામાં અને ઘરમાં ખૂબ મસ્તી કરે છે. માસૂમ અને વ્હાલા બંકૂ અને ભૂતનાથની વચ્ચે એક મજબૂત સંબંધ બની જાય છે. તેમનો પરસ્પર પ્રેમ તમને ચમત્કાર પર વિશ્વાસ કરતા શીખવાડી દે છે.

IFM
'ભૂતનાથ'ની વાર્તામાં મસ્તી, ભોળપણ અને દિલને સ્પર્શી જાય તેવી ભાવનાઓ છે. આમાં વયસ્કોની દુનિયા બાળકોની આંખોથી બતાવવાની કોશિશ કરી છે. ફિલ્મમાં શાહરૂખ ખાને પણ સંક્ષિપ્ત ભૂમિકા ભજવી છે.

અમિતાભને જ્યારે આ ફિલ્મનો પ્રસ્તાવ મળ્યો હતો, ત્યારે તેમણે નિર્દેશક વિવેક શર્માની કાબેલિયત પર વિશ્વાસ નહોતો. ફિલ્મના નિર્માતા રવિ ચોપડાની સામે તેમને શરત મૂકી કે જ્યારે પણ શૂંટિંગ થશે ત્યારે તેમણે પણ સેટ પર આવવુ પડશે.

જેમ જેમ ફિલ્મનુ શૂટિંગ આગળ વધ્યુ, અમિતાભ વિવેકની પ્રતિભાના કાયલ થઈ ગયા અને તેમણે રવિને પોતાની શરતથી મુક્ત કરી દીધા.