સાબુદાણાના પરાઠા

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 250 ગ્રામ સાબુદાણાનો લોટ, 100 ગ્રામ સીંગદાણાનો ભૂકો, 1-2 લીલા મરચાના ટુકડા, પા વાડકી લીલા ધાણા, 2-3 બાફેલા બટાકા, બે ચમચી લાલ મરચાંનો પાવડર, મીઠુ સ્વાદ મુજબ, એક ચમચી ખાંડ, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સાબૂદાણાના લોટમાં બધી સામગ્રી નાખીને કડક લોટ બાંધી લો. તવા પર તેલ લગાવીને એક લૂવો મૂકો. તેને રોટલી જેવો ચપટો કરીને આંગળીઓથી દબાવો. તેમા ચમચીના પાછળના ભાગથી 5-6 કાણા કરી દરેકમાં તેલ નાખો. તેને ઢાંકી દો અને પાંચ મિનિટ પછી પલટી નાખો. પછી થોડુ તેલ તેના કિનારે કિનારે છોડો અને સેકી લો અને દાણાને લીલી ચટણી સાથે ગરમાં ગરમ સર્વ કરો.


આ પણ વાંચો :