ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુતહેવારો
Written By
Last Updated : ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (10:30 IST)

Onam 2022: ઓણમનો તહેવાર, જાણો તેનો પૌરાણિક મહત્વ

શ્રાવણ શુક્લ ત્રયોદશી તિથિથી ઓણમ ઉજવાય છે. ઓણમ દક્ષિણ ભારતના રાજ્ય કેરલનો એક મુખ્ય તહેવાર છે જેને ત્યાં તેને એક રાષ્ટ્રીય પર્વનો દર્જો મળ્યું છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ઓણમની ઉજવની દશહરાની રીતે જ થાય છે તેમા કેરળના લોકો તેમના ઘરોમાં 10 દિવસ ફૂલોથી શણગારીએ છે. 
આ વસંત ઉત્સવ ક્ષેત્રની પૌરાણિક રાજા મહાબલીના એ સમતાવાદી આદર્શ શાસનની યાદમાં ઉજવવામાં આવે છે, જેમાં લોકો સમૃદ્ધિ અને સમાનતાપૂર્ણ જીવન જીવે છે. 
 
ઓણમ પર મહાબલીનુ સ્વાગત કરવા માટે લોકો જાતિ,વર્ગ અને ધર્મના અવરોધો તોડીને પોતાના ઘરને ફૂલોના ગાલીચાથી સજાવે છે. 
 
પૌરાણિક કથાના મુજબ 'અસુર' રાજા મહાબલીને ભગવાન વિષ્ણુએ તેમની લોકપ્રિયતાથી ઈર્ષા રાખનારા દેવતાઓના દબાવને કારણે પાતલ લોકમાં કૈદ કરી દીધા હતા, પરંતુ ત્યાં જતા પહેલા મહાબલીએ ભગવાન વિષ્ણુ સાથે મલયાલી પંચાગના 'તિરુઓણમ'દિવસ પર સગાંઓને મળવાની અનુમતિ પ્રાપ્ત કરી લીધી હતી. 
 
આ જ કારણે મલયાલી લોકો ઓણમના દિવસે મહાબલીના સ્વાગતમાં પોતાનુ ઘર સજાવે છે.