ગાંધીજી : ભારતનું ગૌરવ

Last Updated: સોમવાર, 30 સપ્ટેમ્બર 2019 (17:33 IST)
ભારતના સ્વતંત્રતા આંદોલન માટે વગર કોઇ હથિયારે બ્રિટીશ સરકારને બહાર કાઢવા બાબતે ગાંધીજીનું નામ ભારતના ઇતિહાસમાં બનેલું રહેશે. ગુજરાતની ધરતી પર જન્મ લીધેલાં આ મહાપુરૂષે 'અહિંસા' પર સૌથી વધુ ધ્યાન આપતાં તે સમયે તમામ ઠેકાણે ચાલી રહ્યાં આંદોલનો અને સત્યાગ્રહોને આગળ વધારવામાં સારો ફાળો આપ્યો હતો અને પૂરા વિશ્વમાં તેમની ચર્ચા થઇ હતી.

તેમનો જન્મ પોરબંદરમાં 2 ઓક્ટોબર, 1869 ના દિવસે થયો હતો, જ્યારે તેમની માતાનું નામ પુતળીબાઇ અને તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી હતુ. ગાંધીજી એક વૈષ્ણવ કુટુંબમાં જન્મ લીધો હતો અને વકીલાતના અભિયાસ માટે તેઓ ઇંગ્લેંડ ગયા હતા. તેઓ 1915 માં ભારત પાછાં આવ્યા હતા. ત્યાર બાદ એમણે 1915માં 25 મેના દિવસે અમદાવાદમાં આવેલાં કોચરબમાં 'સત્યાગ્રહ આશ્રમ'ની સ્થાપના કરી હતી. આ દરમિયાન વીરમગામના લોકોથી લેવાતી 'જકાત' બાબતે એમણે બ્રિટીશ સરકારના વૉઇસરાય ચેમ્સફર્ડને પત્ર લખતાં જાણ કરી હતી અને પાછળથી તે જકાતને રદ્દ કરવામાં આવી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થયાં પછી બધે ઠેકાણે વસ્તુઓ મોંઘી થઇ હતી. તે દરમિયાન અમદાવાદમાં કામ કરનાર મજૂરો તરફથી પણ એમણે ઉપવાસ રાખેલાં, જેથી અંતે ત્યાંની કાપડ મિલોના માલીકોએ બધી માંગણીઓને સ્વીકારતાં મજૂરોના પગારમાં વધારો કર્યો હતો અને વર્ષ 1920માં આની સામે પ્રેરણા લેતાં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કરવામાં આવી હતી.

વર્ષ 1917માં ખેડા જીલ્લામાં વધુ પડતો વરસાદ થવાના લીધે બધો પાક ધોવાઇ ગયો હતો, છતાં ત્યાંના સરકારી અધિકારીઓએ ખેડૂતોને મહેસૂલ સામે કોઇ છૂટ આપી નહોતી. તે પછી વલ્લભભાઇ પટેલ સાથે મળીને ગાંધીજીએ આ ગામોમાં તપાસ કરી અને છેવટે "સુખી ખેડૂતો મહેસૂલ ભરશે, જ્યારે ગરીબ ખેડૂતોને તેથી છૂટ આપવામાં આવે"- એવી શરતે તેનું સમાધાન કરવામાં આવ્યું હતુ. આ પ્રમાણે ખેડૂતોમાં નીડરતા સાથે વિશ્વાસ કાયમ થયો અને વલ્લ્ભભાઇ પટેલ જેવા એક મહાન નેતા ભારતને મળ્યા.

લોકોને સત્યાગ્રહ બાબતે તાલીમ આપવા માટે ગાંધીજીએ બે સાપ્તાહિક પત્રો પણ રજૂ કર્યાં હતા- જે 'યંગ ઇંડિયા' અને 'નવજીવન'ના નામે પ્રકાશિત થયેલાં. 1920માં જ 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના થઇ, જ્યારે કોંગ્રેસની સભા દરમિયાન અસહકાર માટેનો ઠરાવ મંજૂર થયો. સભામાં સરકારી શિક્ષણ, નોકરીઓ, ખિતાબો અને તેમજ વિદેશી વસ્તુઓ સામે બહિષ્કાર કરવામાં આવ્યો હતો; જ્યારે ખાદી અને રેંટિયાનો ઉપયોગ કરતાં સ્વદેશી વસ્તુઓને વાપરવાનું કહેવાયું હતુ. થોડાં દિવસો પછી અમદાવાદ સિવાય આણંદ, ભરૂચ, સૂરત, ગોધરા, વડોદરા, રાજકોટ, ભાવનગર, વઢવાણ અને બીજાં ઘણાં રાજ્યોમાં સરકારી મદદ સામે વિરોધ કરતાં સ્કૂલો અને કોલેજોને બંધ રાખવામાં આવી હતી. આ સાથે જ ગાંધીજીએ પણ બ્રિટીશ સરકારના વૉઇસરાયને "કૈસર-એ-હિંદ"નો સુવર્ણપદક ખિતાબ પાછો કર્યો હતો.

વર્ષ 1921 દરમિયાન ગાંધીજીના કહ્યાં મુજબ વિદેશી કાપડોની હોળી કરવામાં આવી હતી અને એક જ વર્ષમાં 'સ્વરાજ મેળવવા' નો નાદ બધે ઠેકાણે ફૈલાયો હતો. ડિસેમ્બર 1921માં કોંગ્રેસના અધિવેશન માટે સરદાર પટેલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેમાં 'સવિનય કાનૂન-ભંગ' નો ઠરાવ થયો અને આ સમયે ઢસાના દરબાર ગોપાળદાસ અંબાઇદાસ દેસાઇએ ગાદીનો ત્યાગ કરતાં દેશભક્તિની એક મિસાલ આપી હતી. સૂરતના દયાળજીભાઇ, કલ્યાણજી મહેતા, પરાગજીભાઇ સાથે ભરૂચના ડો. ચંદુલાલ દેસાઇએ પણ પોતાની બધી જ મિલકત દેશ માટે આપી દીધી, જે 'છોટે સરદાર'ના નામે ઓળખાતા હતા.

ખાદીનો પ્રચાર કરવા માટે ધર્મગુરૂઓ, સાધુસંતો અને જ્ઞાતિપંચો સિવાય સ્ત્રીઓએ પણ ભાગ લીધો હતો. હિંદુ-મુસ્લિમ એકતા બાબતે ઘણી પ્રગતિ થઇ અને અસ્પૃશ્યતા સામે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. 13 એપ્રિલ, 1923ના દિવસે નાગપુરમાં વલ્લભભાઇ પટેલ સાથે ઝંડા સત્યાગ્રહ કરવામાં આવ્યો, જેમાં ગુજરાતના સત્યાગ્રહીઓમાં મોહનલાલ પંડ્યા, પરીક્ષિતલાલ મજુમદાર, ડો. ઘિયા અને ડો. ચંદુલાલ દેસાઇએ પણ જેલવાસ ભોગવ્યો હતો.


આ પણ વાંચો :