રોજના 17 હજાર કપડાનો ધોબ કાઢતો દેશનો સૌથી મોટો ધોબીઘાટ  
                                       
                  
				  				   
				   
                  				  દેશમાં સૌથી મોટા ઘોબીઘાટ વિશે તમે જાણો છો ? આ ધોબીઘાટ ક્યાં આવેલો છે? તો આવો જાણીએ અમદાવાદમાં સ્થિત દેશના સૌથી મોટા ધોબીઘાટ વિશે. અમદાવાદના સરસપુરમાં આવેલું રેલવે લોન્ડ્રી યુનિટ જ્યાં રોજના 17000 કપડા ધોવામાં આવે છે.  ક્લોથના સેટને આપના સુધી પહોંચાડવાથી લઇને ગંદા તથા વપરાયેલા ક્લોથને ધોવાથી ઇસ્ત્રી કરવા સુધી.અમદાવાદના સરસપુર પાસે જ્યા અમદાવાદ જંકશન પુરુ થાય છે ત્યા રેલવેના ક્લોથસેટનો સૌથી મોટો ધોબીધાટ આવેલો છે. પણ ફિલ્મોમાં બતાવવામાં આવતા ધોબીધાટની જેમ અહીંયા આપને કોઇ પાણી ભરેલા ટાંકા કે મોટી ગટર લાઇને જોવા નહીં મળે, ઉપરાંત ક્યાંયથી ગંદા પાણી કે ધોવાતા કપડાની વાંસ પણ નહીં આવે.
				  										
							
																							
									  આ છે દેશનો સૌથી આધુનિક લોન્ડ્રી પ્લાન્ટ. જેમાં રોજના  17000 કપડાઓ ધોવાય છે અને ઇસ્ત્રી પણ થાય છે. મિકેનાઇઝ લોન્ડ્રી કુલ 1500 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે જેમાં આરો પ્લાન્ટ, આધુનિક ફર્નેશ (ભઠ્ઠી) , ડ્રેનેજ સિસ્ટમ, ડ્રાય ડ્રમ્સ, ક્લોથ નીટીગ મશિન આવેલા છે. એટલે એક વખત કપડું ડ્રમમાં નાખો એટલે ધોવાય જાય, તરવાઇ જાય, સુકાય જાય અને પ્રેસ પણ થઇ જાય. જ્યારે નીટીગ મશિનથી હોવાથી તેને ઘડી કરવાની પણ માથાકુટ નહીં સીધુ ઘડી થઇને જ બાહર આવે.સૌ પ્રથમ તમામ ક્લોથ સેટને ટ્રેનમાંથી લાવવામાં આવે છે. એટલે જ્યારે અમદાવાદ જંકશન પર ટ્રેન રોકાય તે પહેલા ક્લોથનો સેટ ટ્રેનના નિશ્ચિત કોચમાંથી એકઠી કરી લેવામાં આવે છે. અને ટ્રેન અમદાવાદથી રવાના થાય તે પહેલા ચોક્કસ કોચના બોર્ડમાં આ સેટ પહોંચાડી દેવામાં આવે છે. સમગ્ર યુનિટ એક ચેઇન સિસ્ટમથી કામ કરે છે. તમામ કપડાઓ વોશિંગ મશિનમાં નાંખવામાં આવે છે. તે પહેલા તમામ કપડાઓનું બચિંગ થાય છે.
				  				  આવેલા ક્લોથસેટને ખોલીને જુદા કરવામાં આવે છે. એટલે એક ડ્રમમાં માત્ર બેડશીટ, બીજા ડ્રમમાં માત્ર ઓશિકાના કવર, ત્રીજા ડ્રમમા માત્ર કર્ટન (પદડા). ત્યાર બાદ તમામ બંચને વોશિંગ માટે પ્રોસેસ કરવામાં આવે છે. જેના એક રાઉન્ડમાં આશરે 1500 જેટલી બેડશીટ ધોવાય છે. રાત-દિવસ ચાલતી આ લોન્ડ્રીમાં શિફ્ટમાં કામ થાય છે જેની એક શિફ્ટમાં 8000 જેટલી બેડશીટ ધોવાઇને તૈયાર થાય છે. તમામ ક્લોથ સેટ માટે ગુડઝવાન હોય છે જે ટ્રેન સુધી લઇ જવાનું અને ત્યાંથી ફરી લાવવાનું કામ કરે છે.