રવિવાર, 10 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Updated : રવિવાર, 18 જૂન 2023 (10:41 IST)

રાણી લક્ષ્મીબાઈ પુણ્યતિથિ વિશેષ - ખૂબ લડી મર્દાની એ તો હતી ઝાંસીની રાણી

rani laxmi bai
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મરાઠા શાસિત ઝાંસી રાજ્યની રાણી હતી. તે સન 1857ના ભારતીય સ્વતંત્રતા સંગ્રામની નાયિકા હતી. તેમનો જન્મ કાશી (વારાણસી) અને મૃત્યુ ગ્વાલિયરમાં થયુ. તેમના બાળપણનું નામ મનિકર્ણિકા હતુ પણ પ્રેમથી બધા તેમને મનુ કહીને બોલાવતા હતા. તેમના પિતાનુ નમ મોરોપંત તાંબે હતુ અને તેઓ એક મહારાષ્ટ્રિયન બ્રાહ્મણ હતા.  તેમના માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત બુદ્ધિમાન અને ધાર્મિક મહિલા હતી. 
 
મનુ જ્યારે ચાર વર્ષની હતી ત્યારે તેમની માતાનુ મૃત્યુ થઈ ગયુ. તેમનુ પાલન પોષણ પિતાએ જ કયુ. મનુએ બાળપણમાં જ શાસ્ત્રોની શિક્ષા સાથે શસ્ત્રોની શિક્ષા પણ પ્રાપ્ત કરી હતુ. તેમનુ લગ્ન 1842માં ઝાંસીના રાજા ગંગાધર રાવ નિવાલકર સાથે થયુ અને તે ઝાંસીની રાણી બની. લગ્ન સમયે તેમની ઉંમર માત્ર 14 વર્ષની હતી.  વિવાહ પછી તેમનુ નામ લક્ષ્મીબાઈ મુકવામાં આવ્યુ. સન 1851માં રાણી લક્ષ્મીબાઈએ એક પુત્રને જન્મ આપ્યો પણ ચાર મહિનાની આયુમાં જ તેનુ મૃત્યુ થઈ ગયુ.  સન 1853માં રાજા ગંગાધર રાવનુ સ્વાસ્થ્ય ઘણુ બગડવાથી તેમને દત્તક પુત્ર લેવાની સલાહ આપવામાં આવી.  પુત્ર દત્તક લીધા પછી રાજા ગંગાધર રાવનુ  21 નવેમ્બર 1853માં મૃત્યુ થઈ ગયુ.   દત્તક પુત્રનુ નામ દામોદર રાવ મુકવામાં આવ્યુ. 
 
લહૌજીની રાજ્ય હડપવાની નીતિ હેઠળ બ્રિતાની રાજ્યએ દામોદર રાવજી જે એ સમયે બાળક હતા ને ઝાંસી રાજ્યના ઉત્તરાધિકારી માનવાનો ઈંકાર કરી દીધો અને ઝાંસી રાજ્યને બ્રિતાની રાજ્યમાં ભેળવી દેવાનુ નક્કી કર્યુ.  ત્યારે રાણી લક્ષ્મીબાઈએ બ્રિતાની વકીલ જાન લૈંગની સલાહ લીધી અને લંડનની કોર્ટમાં કેસ નોંધાવ્યો. જો કે કેસમાં ખૂબ વાદ વિવાદ થયો પણ તેને રદ્દ કરવામાં આવ્યો.  બ્રિતાની અધિકારીઓએ રાજ્યનો ખજાનો જપ્ત કરી લીધો અને તેમના પતિના કર્જને રાનીના વાર્ષિક ખર્ચમાંથી કાપી લેવામાં આવ્યો.  આ સાથે જ રાણીને ઝાંસીનો કિલ્લો છોડીને ઝાંસીના રાનીમહેલમાં જવુ પડ્યુ. પણ રાણી લક્ષ્મીબાઈએ દરેક કિમંત પર ઝાંસી રાજ્યની રક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો. 
 
ઝાંસીનુ યુદ્ધ 
 
ઝાંસી 1857ના વિદ્રોહનુ એક મુખ્ય કેન્દ્ર બની ગયુ જ્યા હિંસા ભડકી ઉઠી. રાણી લક્ષ્મીબાઈએ ઝાંસીની સુરક્ષાને સુદ્દઢ કરવી શરૂ કરી દીધી અને એક સ્વયંસેવકની સેનાની રચના કરવી શરૂ કરી આ સેનામાં મહિલાઓની પણ ભરતી કરવામાં આવી અને તેમને યુદ્ધ પ્રશિક્ષણ પણ આપવામાં આવ્યુ.  સાધારણ જનતાએ પણ આ વિદ્રોહમાં સહયોગ આપ્યો. 1857માં પડોશી રાજ્ય ઓરછા અને દતિયાના રાજાઓએ ઝાંસી પર આક્રમણ કરી દીધુ. 
 
રાનીએ સફળતાપૂર્વક  પૂર્વક તેને વિફળ કરી દીધુ. વિશાળ અંગ્રેજી સેનાને મારતી-મારતી રાણી તેમની પકડથી દૂર નીકળી ગઈ. અંગ્રેજ સૈનિક પણ રાણીનો સતત પીછો કરતા રહ્યા. છેવટે ગ્વાલિયરમાં બંને વચ્ચે ઘમાસા ના લડાઈ થઈ. રાણીનો ઘોડો પણ થાકી ચુક્યો હતો.  તેથી એક નાળાને પાર કરતી વખતે ઘોડો થંભી ગયો એટલામાં પાછળથી એક અંગ્રેજ સૈનિકે રાણીનો ડાબો ભાગ કાપી નાખ્યો . આ અવસ્થામાં રાણીએ એ અંગ્રેજ સૈનિકના ટુકડે ટુકડા કરી નાખ્યા 
તેમના છાતીમાં અંગ્રેજોએ ભાલા વડે હુમલો કર્યો હતો જેને કારણે ઘણુ લોહી વહી રહ્યુ હતુ.  તેમ છતા રાણી લક્ષ્મીબાઈ બહાદુરીથી યુદ્ધ કરતી રહી.  એક અંગ્રેજે તેના માથા પર તલવારથી હુમલો કર્યો જેનાથી રાણી ગંભીર રૂપે ઘાયલ થયા અને તે ઘોડા પરથી પડી ગઈ. 
 
રાનીના સૈનિક તેમને પાસેના એક મંદિરમાં લઈ ગયા જ્યા તેમણે પોતાના અંતિમ શ્વાસ લીધા. રાણીએ વચન માંગ્યુ હતુ કે તે તેમનો મૃતદેહ અંગ્રેજોના હાથમાં ન જાય, તેથી સૈનિકોએ રાણી લક્ષ્મીબાઈનુ મૃત શરીર એ મંદિરમાં અગ્નિને હવાલે કરી દીધુ. મહારાણી લક્ષ્મીબાઈની વીરતા ત્યાગ અને બલિદાન પર ભારતીયોને ગર્વ છે.