ગુજરાત ચૂંટણી પરિણામને લઈને અમિત શાહે ગુજરાતમાં AAP માટે કરી મોટી આગાહી
હાલમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ખુબ જોરમાં ચાલી રહ્યો છે ત્યારે હમણાં થોડો સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સભામાં કોંગ્રેસ પર નિશાન સાધ્યુંને કહ્યું હતું કે કોંગ્રેસ ચુપચાપ આગળ વધે છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. નરેન્દ્ર મોદીના આ નિવેદનથી એવું માનવમાં આવે છે કે ગુજરાતમાં હજી પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. એ પછી હવે ગૃહપ્રધાન અમિત શાહના નિવેદન પર નજર કર્યે તો ગુજરાતના વિપક્ષમાં કોંગ્રેસને જ જોવાઈ રહ્યું છે.
અમિત શાહે તેની સભામાં કોંગ્રેસ પર બોલ્યા કે, તે દેશની અંદર સંકટની પરિસ્થતિમાં જોવા મળે છે જેની અસર ગુજરાતમાં દેખાઈ રહી છે. કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી વિશે બોલતા કહ્યું કે, 'ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ખાતું પણ નહિ ખુલ્લી શકે.'અમિત શાહે આગળ નરેન્દ્ર મોદીની વાત કરતા કહ્યું કે, 'ગુજરાતમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા, સમાવેશી વિકાસ અને સૌનો વિશ્વાસની ભાવના પર લોકોને ભરોષો છે અને આ પ્રકારના કેટલાક કારણોને લીધે 27 વર્ષથી લોકોએ તેમના પર ભરોષો મૂકી તેમની સરકાર બનાવી છે અને ગુજરાતના લોકોને ભાજપ અને નરેન્દ્ર મોદી પર પૂરો વિશ્વાસ છે, તેમજ આ વર્ષે ભાજપ અત્યાર સુધીની સૌથી મોટી જીત મેળવશે વધારેમાં', અમિત શાહે કહ્યું.આમ આદમી પાર્ટીના ગુજરાતમાં પ્રવેશ પર અમિત શાહ બોલ્યા કે, ચૂંટણી લડવી એ દરેક પાર્ટીનો અધિકાર છે. પરંતુ એ જનતા પર આધાર રાખે છે કે તે કોને સ્વીકારે છે. ગુજરાતના લોકોના વિચારમાં આમ આદમી પાર્ટી ક્યાંય દેખાઈ રહી નથી. પરિણામની રાહ જુવો એવું પણ થઇ શકે વિજેતાના નામમાં ક્યાંય પણ તેમનું નામ ના હોય. તેમજ કોંગ્રેસને લઇ બોલ્યા કે, 'ગુજરાતમાં આજે પણ તે વિપક્ષી દળ જ છે પરંતુ આજે તે ક્યાંક મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યું છે અને તેની અસર આજે આપણે ગુજરાતમાં જોવા મળી રહી છે.' ઉપરાંત ભારત જોડો યાત્રા વિશે કહ્યું કે, 'રાજનીતિમાં આ પ્રકારના પ્રયત્નો થતા રહેવા જોઈએ.'હાલમાં, રાહુલ ગાંધી દ્વારા જે ભારત જોડો યાત્રા ચાલી રહી છે તેના પર શાહે કહ્યું, બધા નેતાઓ દ્વારા કઠિન પ્રયત્નો થતા રહેવા જોઈએ. આ વાત સારી છે કે કોઈ મહેનત કરી રહ્યું છે. દેશની સુરક્ષાના મુદ્દાને રાજ્યની ચૂંટણીમાં પ્રશ્ન ઉઠવાના સંદર્ભમાં શાહે કહ્યુ કે,'જો રાષ્ટ્ર જ સુરક્ષિત નહિ હોય તો રાજ્યની સુરક્ષા કેવી રીતે થશે.