રવિવાર, 14 સપ્ટેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By
Last Modified: શુક્રવાર, 24 જૂન 2016 (16:15 IST)

ગુજરાતી ભજન- અમે તો તારાં નાનાં બાળ,

Gujrati bhajan
અમે તો તારાં નાનાં બાળ, 
અમારી તું લેજે સંભાળ ... અમે તો તારાં.
ડગલે પગલે ભૂલો અમારી, 
દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
તુજ વિણ કોણ લેશે સંભાળ ... અમે તો તારાં.
 
દીનદુઃખિયાના દુઃખ હરવાને, 
આપો બળ મને સહાય થવાને,
અમ પર પ્રેમ ઘણો વરસાવ ... અમે તો તારાં.
 
બાલ જીવન અમ વીતે હર્ષે,
ના દુનિયાની મલિનતા સ્પર્શે,
અમારું હસવું રહે ચિરકાળ ... અમે તો તારાં.