બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. ગુજરાતી આરતી સંગ્રહ
Written By

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી,
 
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.
 
તમે ભક્તોના દુ:ખ હરનારા,
 
શુભ સૌનું સદા કરનારા;
 
હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ,
 
કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
 
આપો ભક્તિમાં ભાવ અનેરો,
 
શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;
 
પ્ર્ભુ તમે પૂજો દેવી પાર્વતી પૂજો,
 
કષ્ટો કાપો દયા કરી દર્શન શિવ આપો.શંભુ..
 
અંગે ભસ્મ સ્મશાનની ચોળી,
 
સંગે રાખો સદા ભૂત ટોળી;
 
ભાલે તિલક કર્યું, કંઠે વિષને ધર્યું,
 
અમૃત આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
 
 
 
 
નેતિ નેતિ જ્યાં વેદ કહે છે,
 
મારુ ચિતડુ ત્યાં જાવા ચહે છે,
 
સારા જગમાં છે તુ, વસુ તારામાં હુ,
 
શક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
 
હુ તો એકલ પંથી પ્રવાસી,
 
છતાં આત્મા કેમ ઉદાસી;
 
થાક્યો મથી રે મથી, કારણ મળતુ નથી,
 
સમજણ આપો, દયા કરી દર્શન શિવ આપો. આપો..
 
આપો દ્રષ્ટીમાં તેજ અનોખું,
 
સારી સૃષ્ટીમાં શિવરૂપ દેખું;
 
મારા મનમાં વસો, આવી હૈયે હસો,
 
શાંતિ સ્થાપો,દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
 
ભોળા ઓ શંકર ભવ દુ:ખ કાપો,
 
નિત્ય સેવાનું શુભ ધન મને આપો,
 
ટાળો માન-મદ, ગાળો સર્વ સદા,
 
ભક્તિ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..
 
અંગે શોભે છે રુદ્રની માળા,
 
કંઠે લટકે છે ભોરિંગ કાળા,
 
તમે ઉમિયા પતિ, અમને આપો મતિ;
 
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ..