મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 9 જુલાઈ 2017 (14:01 IST)

uses of potato- જાણો કેવી રીતે બટાટાનો રસ ત્વચાને નિખારે છે

બટાટા એવી શાક છે જે દરેક કોઈને પસંદ હોય છે.ઘણા બાળકો એવા હોય છે. જે સવારે બટાકાનું શાક આપીએ તો ખુશ થઈ જાય છે. બટાકાને સ્વાસ્થયને ઠીક રાખવાની સાથે સાથે તમારી ત્વચાને પણ નિખારવામાં મદદ કરે છે. દરરોજ ચેહરા પર બટાકાનો રસ લગાવાથી તમારી ત્વચાનો કાળાશ ચપટીમાં દૂર થઈ જશે. આવો જાણીએ તેના રસને કેવી રીતે લગાવાય અને તેના શું ફાયદા હોય છે. 
 
* તમારી રંગત નિખારવા ઈચ્છો છો તો બટાકાના રસને કાઢી થોડા હૂંફાણા પાણીમાં મિક્સ કરો. હવે આ પાણીને રૂની મદદથી તમારા ચેહરા ઓઅર સારી રીતે લગાવો. પછી જ્યારે આ સારી રીતે સૂકાઈ જાય તો તેને હળવા હૂંફાણા પાણીથી ચેહરા ધોઈ લો. 
 
* બટાકામાં સ્ટાર્ચની ભરપૂર માત્રા હોવાના કારણે આ સ્કિનમાં કસાવ લાવવાનો કામ કરે છે . જો તમારા ચેહરા પર કરચલીઓ આવી ગઈ છે તો બટાકાના રસનો આ પે તમારી કરચલીઓને દૂર કરી શકે છે. 
* તમે ઈચ્છો તો બટાકાનો ઉપયોગ હાથ અને પગની દેખભાલ માટે પણ કરી શકો છો. બટાકાને વાટીને ગર્મ દૂધમાં મિક્સ કરો. હવે આ  પેસ્ટથી હાથની મસજ કરો. આ મસાજથી હાથ અને પફ સાફ્ટ થઈ જશે.