નેનોની કિંમત પર કાબૂ પડકારરૂપ

મુંબઈ.| ભાષા| Last Modified બુધવાર, 25 માર્ચ 2009 (11:31 IST)

વૈશ્વિકરૂપે વાહનોના પાર્ટ્સનું ઉત્પાદન કરનાર ટાટા ઓટો કોંપ સિસ્ટમ્સે આજે કહ્યુ કે તેણે નેનો કાર માટે જે ઉપકરણોનું ડિઝાઈન,ઈંજીનિયરિંગ અને તેની આપૂર્તિમાં મહત્વનું યોગદાન આપ્યુ છે. ઉપરાંત તેની કિંમતમાં ઘટાડો કરવો અમારા માટે પડકાર રૂપ નિવડ્યો હતો.

ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સના સીઓઓ આર એસ ઠાકુરે જણાવ્યુ હતુ કે પરિયોજનાની શરૂઆતથી જ અમારી ટીમે જુદાજુદા ઉપકરણોની ડિઝાઈન અને ઈંજીનિયરિંગમાં ટાટા મોટર્સની સાથે મળીને કામ કર્યુ છે. જેમાં પાર્ટસની કિંમત અને ગુણવત્તા અને તેના માપદંડ પર પૂરેપુરૂ ધ્યાન આપવામાં આવ્યુ છે.


આ પણ વાંચો :