પરીક્ષાર્થીઓ માટે અમદાવાદથી ઈન્દોર વચ્ચે દોડાવાશે "પરીક્ષા વિશેષ" ટ્રેન, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ
પશ્ચિમ રેલવેએ NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે "પરીક્ષા સ્પેશિયલ" ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે. જનરલ કોચ માટે પણ અનરિઝર્વ્ડ ટિકિટ આપવામાં આવશે, જેનું ભાડું મેલ/એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચ જેટલું હશે. મંડળ રેલવે પ્રવક્તા, અમદાવાદના અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
1. ટ્રેન નંબર 09422/09421 અમદાવાદ-ઇન્દોર-અમદાવાદ પરીક્ષા સ્પેશિયલ
ટ્રેન નંબર 09422 અમદાવાદ-ઇન્દોર પરીક્ષા સ્પેશિયલ ટ્રેન તા.14 જૂન 2022 (મંગળવાર)ના રોજ 08:40 કલાકે અમદાવાદથી ઉપડશે અને 18:30 કલાકે ઇન્દોર પહોંચશે. એ જ રીતે, ટ્રેન નંબર 09421 ઈન્દોર-અમદાવાદ પરીક્ષા સ્પેશિયલ 17 જૂન 2022 (શુક્રવાર) ના રોજ રાત્રે 23:30 વાગ્યે ઈન્દોરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 08:45 વાગ્યે અમદાવાદ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં આણંદ, ગોધરા, દાહોદ, રતલામ, ઉજ્જૈન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર, સેકન્ડ સીટીંગ અને જનરલ ક્લાસ કોચ હશે.
2. ટ્રેન નંબર 09202/09201 ભાવનગર-બાંદ્રા-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ
ટ્રેન નંબર 09202 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 15 જૂન, 2022 (બુધવાર)ના રોજ સવારે 07.30 વાગ્યે ઉપડશે અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશને રાત્રે 21.50 પર પહોંચશે.અને પરતમાં ટ્રેન નંબર 09201 બાંદ્રા ટર્મિનસ ભાવનગર ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ 16મી જૂન, 2022 (ગુરુવાર) ના રોજ 19.25 કલાકે બાંદ્રા ટર્મિનસ સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે સવારે 09.25 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. તેની યાત્રા દરમિયાન રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.
3. ટ્રેન નંબર 09204/09203 ભાવનગર-સુરત-ભાવનગર પરીક્ષા સ્પેશિયલ
ટ્રેન નં. 09204 ભાવનગર ટર્મિનસ-સુરત પરીક્ષા સ્પેશિયલ ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી 14 જૂન, 2022 (મંગળવારે) સવારે 07.30 વાગ્યે ઉપડશે અને સુરત સ્ટેશને સાંજે 17.30 વાગે પહોંચશે. પરતમાં ટ્રેનનં.09203 સુરત-ભાવનગર ટર્મિનસ પરીક્ષા સ્પેશિયલ સુરત સ્ટેશનથી 17 જૂન, 2022 (શુક્રવાર)ના રોજ 19.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.40 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશન પહોંચશે. તેની યાત્રા દરમિયાન માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે.આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે