સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 4 ડિસેમ્બર 2019 (12:21 IST)

ભારતના 'કેન્ડી મેન' ગુજરાતમાં તૈયાર કરશે એરક્રાફ્ટ, જાણો કેટલી હશે કિંમત

ગુજરાતમાં એરક્રાફ્ટ બનાવવાની તૈયારીઓ લગભગ પુરી થઇ ગઇ છે. મૈકસન ગ્રુપના પ્રમોટર અને ભારતના 'કેન્ડી મેન'ના રૂપમાં જાણિતા ધનજી પટેલે પોતાના વતન સુરેંદ્રનગરની પાસે માઇક્રોલાઇટ એરફ્રાક્ટ બનાવવા માટે ઉદ્યમ શરૂ કરવાની યોજના બનાવી છે. હજારો વૈશ્વિક ચોકલેટ બ્રાંડ્સ માટે કન્ફેક્શનરીઝ તૈયાર કરનાર અને બિઝનેસમાંથી રાજનેતા બનેલા મૈકસને તાજેતરમાં જ સર્બિયાની કંપનીઓ સાથે ટેક્નિકલ સપોર્ટ માટે કરાર કર્યો છે, જેથી એર એમ્બુલન્સ સાથે બે સીટ અને ચાર સીટવાળા એરક્રાફ્ટ બનાવી શકે. તમને જણાવી દઇએ કે વઢવાણ સીટ પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટિકિટ પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 
પોતાની યોજનાની પુષ્ટિ કરતાં ધનજી પટેલે જણાવ્યું હતું કે 'સર્બિયામાં કંપોનેંટ્સ તૈયાર કરનાર અમને ટેક્નિકલ સપોર્ટ આપ્વા માટે તૈયાર થઇ ગયા છે. અમને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં યૂનિટને સ્થાપિત કરવાની અમને કાનૂની પરવાનગી પણ મળી જશે. 
 
રોકાણની ભાગીદારોનો ખુલાસો કરવાની ના પાડતાં તેમણે કહ્યું કે વિમાનના એન્જીન અને બ્લેડ ઇંપોર્ટ માટે કરવામાં આવશે જ્યારે અન્ય બધા પાર્ટ્સને અહીંથી એકઠા કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે એક ટીમને સર્બિયા મોકલી રહ્યા છીએ. 
ધનજી પટેલે જણાવ્યું હતું હતું કે ગત 25 વર્ષોથી તેમનું સપનું હતું કે તેમના ગૃહ રાજ્યમાં વિમાન તૈયાર કરવામાં આવે. તેમણે કહ્યું કે આ એરક્રાફ્ટને ટેક-ઓફ અથવા લેન્ડીંગ માટે રનવેની જરૂર નહી પડે. તેને ઉડાન ભરવા માટે એક સાધારણ હવાઇ પટ્ટીની જરૂર પડશે, જે ખેતરોમાં બનાવી શકાશે. જો અમદાવાદ નજીક ત્રણથી ચાર હવાઇ પટ્ટીઓ બનાવવામાં આવે તો અહીં સુધી ખૂબ ઝડપથી પહોંચી શકાય. વિદેશોમાં આ પ્રકારના એરક્રાફ્ટ ખૂબ સામાન્ય છે. 
 
પહેલાં વર્ષમાં ધનજી પટેલે આ પ્રકારના 25 વિમાન બનાવવાની યોજનાની તૈયારી કરી છે. તેમના અનુસાર આ પ્રકારના એક એરક્રાફ્ટની કિંમત લગભગ 70 લાખ રૂપિયા હશે. એવિએશન માટે નિયામ સંસ્થા ડાયરેક્ટર ઓફ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ માટે દિશાનિર્દેશ તૈયાર કરયા છે.