રવિવાર, 10 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 18 જુલાઈ 2022 (10:41 IST)

જીવન જરૂરી ચીજો આજથી થશે મોંઘી

shopping grocery
જીએસટી કાઉંસિલ (GST Council)ના 18 જુલાઈના નિર્ણય જુલાઈથી નિર્ણય લાગુ થયા બાદ  જીવન જરૂરી ચીજો આજથી મોંઘી થશે. તેમાંઠી પહેલાથી પેક અને લેબલ વાળા ખાદ્ય પદાર્થ જેમ કે લોટ, પનીર અને દહીં સામેલ છે, તેના પર 5 ટકા GST ચૂકવવો પડશે. હવે 5,000 રૂપિયાથી વધુ ભાડાવાળા હોસ્પિટલના રૂમ પર પણ GST ચૂકવવો પડશે. આ સિવાય 1,000 રૂપિયા પ્રતિ દિવસથી ઓછા ભાડા પર હોટલના રૂમ પર 12 ટકાના દરે ટેક્સ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી તેના પર કોઈ ટેક્સ લાગતો નથી હતા. 
 
આ ફેરફારો આજથી અમલમાં આવ્યા છે
 
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની જૂનના છેલ્લા સપ્તાહમાં મળેલી બેઠકમાં પેકેજ્ડ અને લેબલવાળી (ફ્રોઝન સિવાય) માછલી, દહીં, પનીર, લસ્સી, મધ, સૂકા મખાના, સૂકા સોયાબીન, વટાણા જેવા ઉત્પાદનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઘઉં અને અન્ય અનાજ અને ચોખા પર પાંચ ટકા GST વસૂલવાનો નિર્ણય લેવાયો હતો. આ ફેરફાર આજથી અમલી બન્યો