1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 3 જુલાઈ 2018 (11:08 IST)

પાક. ચૂંટણી - કરાંચીમાં વોટ માંગવા માટે ગટરના પાણીમાં સૂઈ ગયા આ નેતા

ચૂંટણી પહેલા નેતા મતદાતાઓને લોભાવવા માટે શુ નથી કરતા. પણ કરાંચીમાં એક નેતાએ તો હદ કરી નાખી. અહી એક નેતા વોટ માંગતા સીવેજના પાણીમાં બેસી ગયા અને સૂઈ ગયા. એટલુ જ નહી તેમણે ત્યાથી ફેસબુક લાઈવ પણ કર્યુ. થોડી વાર પછી તેણે પોતાના હાથમાં પાકિસ્તાનનો રાષ્ટ્રીય ઝંડો પણ લહેરાવ્યો અને ત્યા સૂતા હસતા પોતાના સમર્થકો સાથે ફોટો પણ ખેંચાવ્યો. 
કરાંચીના અયાજ મેમન મોતીવાલા એનએ-243 થી વિપક્ષના ઉમેદવાર છે. અયાજ આ પગલા દ્વારા એ બતાવવા માંગતા હતા કે તેમને ગંદકી અને કોટી સીવેઝ વ્યવસ્થાને કારણે થઈ રહેલી પરેશાનીનો એહસાસ છે અને તેમનુ દુખ દર્દ તેઓ સમજી શકે છે. તેમણે નિર્ણય લીધો કે તે આ માટે સરકાર અને વિપક્ષી દળોને હકીકત બતાવતા જોરદાર આંદોલન કરશે અને જેના હેઠળ તેમણે ગયા અઠવાડિયે અનેક કલાકો સુધી ગંદા નાળામાં બેસીને ધરણા પણ કરી. 
તેમની ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જો કે કેટલાક લોકોએ તેમના આ પગલાની આલોચના કરતા એવુ પણ કહ્યુ કે તેઓ ખુદને મુર્ખ સાબિત કરી રહ્યા છે અને આ ફક્ત તેમનુ પબ્લિસિટી સ્ટંટ છે.