શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 26 ઑક્ટોબર 2022 (16:05 IST)

Canadaમાં ખાલિસ્તાની સમર્થકોની બબાલ, દિવાળીની ઉજવણીને લઈને ભારતીયો સાથે હિંસક અથડામણ

khalistan
Khalistan Canada News: કેનેડા(Canada) માં દિવાળીની ઉજવણી દરમિયાન ખાલિસ્તાન (Khalistan) સમર્થકો અને ભારતીયો વચ્ચે હિંસક અથડામણ થઈ. મિસિસોગામાં ખાલિસ્તાન સમર્થકો (Khalistan Supporters) ભારતીય સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું. દિવાળી (Diwali) આ પ્રસંગે યોજાઈ રહેલી પાર્ટીમાં ખાલિસ્તાન સમર્થકો બળજબરીથી પ્રવેશ્યા હતા. ખાલિસ્તાનના સમર્થકોએ ભારતીય સમુદાયના લોકોને માર માર્યો હતો. ખાલિસ્તાની સમર્થકો અને ભારતીયો વચ્ચેની અથડામણની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં એક તરફ લોકો તિરંગો લહેરાવતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ ખાલિસ્તાની સમર્થકો ખાલિસ્તાનનો ઝંડો બતાવી રહ્યા છે.
 
ભારતીયો પર  ખાલિસ્તાન સમર્થકોનો હુમલો  
 
ઉલ્લેખનીય છે કે કેનેડામાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા મંદિરો પર હુમલા અને તેમની દિવાલો પર ખાલિસ્તાની નારા લખવાનું કામ પહેલા પણ કરી ચુક્યા છે. ખાલિસ્તાનનું સમર્થન કરનારા અને ખાલિસ્તાન ચળવળ સાથે સંકળાયેલા ઘણા નેતાઓ કેનેડામાં રહે છે અને ત્યાં ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ તેમની પ્રવૃત્તિઓ કરે છે. જણાવવામાં આવી રહ્યું છે કે કેનેડામાં દિવાળીના અવસર પર જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય સમુદાયના લોકો પર હુમલો કર્યો ત્યારે પોલીસ ત્યાં હાજર હતી પરંતુ તેમણે આ બદમાશોને રોક્યા ન હતા. પોલીસ તમાશો જોતી રહી. 
 
ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરે છે કેનેડા 
 
જાણીએ કે કેનેડામાંથી ખાલિસ્તાન સમર્થકો દ્વારા ભારત વિરુદ્ધ કરવામાં આવતી ગતિવિધિઓને લઈને ભારત સરકારે કેનેડા સરકાર સામે વિરોધ પણ કર્યો છે. પરંતુ ખાલિસ્તાન સમર્થકો અને ખાલિસ્તાન ચળવળ સાથે જોડાયેલા લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. કેનેડા સરકાર પર ખાલિસ્તાન સમર્થકોને ખુશ કરવાનો આરોપ છે.