ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2022 (10:15 IST)

તાલિબાનોએ મહિલાઓ માટે યુનિવર્સિટીઓ બંધ કરી

અફઘાનિસ્તાનમાં સ્કૂલ શિક્ષણ બાદ હવે છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
 
અફઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણમંત્રીના પત્ર અનુસાર, તાલિબાને દેશની યુનિવર્સિટીઓમાં કન્યાશિક્ષણ પર પ્રતિબંધની જાહેરાત કરી છે.
 
મંત્રીનું કહેવું છે કે આગામી સૂચના સુધી આ આદેશ લાગુ રહેશે. તેને જલદી લાગુ કરાશે.
 
આ પગલું ઔપચારિક શિક્ષણથી મહિલાઓને વંચિત રાખી શકે છે, કેમ કે તેમને પહેલેથી મોટા ભાગની માધ્યમિક શાળાઓમાંથી બાકાત રાખવામાં આવી છે.
 
કાબુલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ બીબીસીને જણાવ્યું કે આ સમાચાર સાંભળ્યા ત્યારથી તે રડી રહી છે.
 
ત્રણ મહિના પહેલાં અફઘાનિસ્તાનમાં હજારો છોકરી અને મહિલાઓ યુનિવર્સિટીની પ્રવેશપરીક્ષામાં ભાગ લીધો હતો. પરંતુ છોકરીઓ જે વિષય ભણતી હતી તેના પર વ્યાપક પ્રતિબંધ લાદ્યો હતો.
 
પશુ ચિકિત્સા, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, અર્થશાસ્ત્ર અને પત્રકારત્વ જેવા વિષય પર કડક પ્રતિબંધ લાદ્યા હતા.
 
ગયા વર્ષે તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદ યુનિવર્સિટીઓમાં છોકરા અને છોકરી માટે અલગ વર્ગખંડો અને પ્રવેશદ્વારની શરૂઆત કરી હતી.
 
વિદ્યાર્થિનીઓને માત્ર મહિલા પ્રોફેસરો અથવા વૃદ્ધ પુરુષો જ ભણાવી શકે છે.
 
તાજેતરના પ્રતિબંધનો પ્રતિભાવ આપતાં યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીએ બીબીસીને કહ્યું કે તેમને લાગે છે કે તાલિબાન મહિલાઓ અને તેમની શક્તિથી ડરે છે.
 
વિદ્યાર્થિનીએ કહ્યું કે "તેમણે મારા ભવિષ્ય સાથે જોડનારો એકમાત્ર રસ્તો બંધ કરી દીધો છે."
 
ઉલ્લેખનીય છે કે તાલિબાનના કબજા પછી અફઘાનિસ્તાનનું શિક્ષણ ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે.