ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 5 જુલાઈ 2019 (15:06 IST)

શું હવે રોજ રાત્રે 11.30 થી સવારે 6 વાગ્યા સુધી બંદ રહેશે વ્હાટસએપ.. જાણો શું છે હકીકત

સોશિયલ મીડિયા પર એક મેસેજ તેજીથી વાયરલ થઈ રહ્યું છે દાવો કરાઈ રહ્યું છે કે કેંદ્ર સરકારએ મેસેજિંગ એપ વ્હાટસએપને દરરોજ રાત્રે 11.30 વાગ્યેથી આવતી સવારે 6 વાગ્યા સુધી બંદ રાખવાનો ફેસલો કર્યું છે. આ મેસેજમાં આ પણ કહેવાઈ રહ્યું છે કે જો તમે આ મેસેજને ફારવર્ડ નહી કરો છો તો 48 કલાકમાં તમારું વ્હાટ્સએપ અકાઉંટ બંદ થઈ જશે અને ફરી તેને એક્ટિવેટ કરાવવા માટે 499 રૂપિયા આપવા પડશે. 
 
વાયરલ મેસેજમાં આ દાવો પણ કરાઈ રહ્યું છે કે શનિવારથી વ્હાટસએપ ફ્રી નહી રહેશે. વ્હાટસએપને ફ્રીમાં ઉપ્યોગ કરવા માટે યૂજરને ફ્રીકવેટ યૂજર બનવું પડશે. આવું કરવા માટે મેસેજને 10 લોકોને મોકલવું પડશે. જેનાથી વ્હાટસએપના લોકો લીલાથી બ્લૂ રંગમાં બદલી જશે. 
 
વાયરલ મેસેજ જુઓ 
આ મેસેજ વ્હાટસએપ પર શરૂ થયું હતું, જે હવે ફેસબુક અને ટ્વિટર પર પણ શેયર કરાઈ રહ્યુ છે. 
 
સત્ય શું છે? 
વાયરલ મેસેજમાં કરાઈ રહ્યું દાવો પૂર્ણરૂપે ઝૂઠ છે. ભારત સરકારએ એવી કોઈ જાહેરાત નહી કરી છે. હકીકતમાં બુધવારે (3 જુલાઈ)ની રાત્રે વ્હાટસએપ, ફેસબુક અને ઈંસ્ટાગ્રામ 9 કલાક ઠપ રહ્યું. આ ત્રણે એપમાં ફોટો ડાઉનલોડ, અપલોડ અને સેંડ ન થવા જેવી સમસ્યાઓ આવી રહી હતી. તે સમયે લોકોએ તેને ગુમરાહ કરવા માટે આ રીતની અફવાહ ફેલાવી હતી. 
 
ફેસબુકએ 3 જુલાઈની રાત્રે ટ્વીટ કરીને આવી રહી સમસ્યાઓના વિશે જણાવ્યું હતું. 
તેને લખ્યું "અમે જાણીએ છે કે કેટલાક લોકોએ અમારા એપ પર ફોટા, વીડિયો અને બીજી ફાઈલ્સ અપલોડ અને સેંડ કરવામાં સમસ્યા આવી રહી છે પરેશાની માટે અમે ખેદ છે અને અમે જલ્દી વસ્તુ પરત સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છે. 
ફરી કેટલાક કલાકો પછી ફેસબુકએ ટ્વીટ કરીને જણાવ્યું કે સમસ્યાનો સમાધાન કરી નાખ્યું છે. 
તમને જણાવીએ કે એવા મેસેજ પહેલા પણ વાયરલ થયા છે. 
વેબદુનિયાની તપાસમાં મળ્યું કે કેંદ્ર સરકાર દ્વારા વ્હાટ્સએપને દરરોજ રાત્રે બંદ કરવા જેવી જાહેરાત નહી કરી છે અને ન શનિવારથી વ્હાટ્સએપ પૈસા લાગશે.