અમેરિકામાં 100 માંથી માત્ર 3 વ્‍યક્‍તિ બ્‍લડ ડોનેટ કરવા આવે છે - રેડ ક્રોસ

blood donation
ન્‍યુજર્સી :| Last Modified ગુરુવાર, 11 ઑગસ્ટ 2016 (10:40 IST)
અમેરિકન રેડ ક્રોસના અહેવાલમાં જણાવ્‍યા મુજબ અમેરિકામાં 100
માંથી માત્ર 3
વ્‍યક્‍તિ બ્‍લડ ડોનેટ કરવા આવે છે. જે દરરોજની દર્દીઓ માટેની જરૂરિયાત કરતા ઘણું ઓછું છે. આ હકીકતને ધ્‍યાને લઈ BAPS ચેરીટીઝના ઉપક્રમે મનુષ્‍યોની મહામૂલી જીંદગી બચાવવા માટે દર વર્ષે બ્‍લડ ડ્રાઈવ કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે.

આવો જ એક બ્‍લડ ડ્રાઈવ કેમ્‍પ તાજેતરમાં અમેરિકન રેડક્રોસ સાથેના સંયુક્‍ત ઉપક્રમે ડલાસ ટેકસાસ મુકામે યોજાઈ ગયો. જેમાં 3 31 પિન્‍ટસ બ્‍લડ એકત્ર થયુ હતું.
આ કેમ્‍પમાં બ્‍લડ ડોનેટ કરવા 81 લોકોએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું. તેમાંથી માત્ર 31 લોકો બ્‍લડ ડોનેટ કરવાનો સંતોષ લઈ શક્‍યા હતાં.


BAPS ચેરીટી દ્વારા સમાજસેવા માટે બ્‍લડ ડ્રાઈવ કેમ્‍પના કરાતા આયોજનો અંતર્ગત છેલ્લા 9 વર્ષમાં 200 જેટલા સેન્‍ટરોમાં કેમ્‍પના આયોજનો દ્વારા 8 હજાર પિન્‍ટસ બ્‍લડ ડોનેટ કરાવી ૨૪ હજાર જેટલી માનવ જીંદગી બચાવવામાં યોગદાન અપાયુ છે. તેમજ હેલ્‍થ કેમ્‍પના આયોજનો, દ્વારા 20 લાખ જેટલા દર્દીઓને સારવારનો લાભ અપાયો છે. ઉપરાંત અવારનવાર બોન મેરો કેમ્‍પ, રાષ્‍ટ્રિય કક્ષાની વોકથોન્‍સ, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તેમજ કોમ્‍યુનીટી પરિવરોને વ્‍યક્‍તિગત મદદરૂપ થતી પ્રવૃતિઓ કરવામાં આવે છે. આ નોન પ્રોફીટ સંસ્‍થાના વિશ્વમાં 3300 જેટલા સેન્‍ટર કાર્યરત છે. જેના થકી ૫૫ હજાર જેટલા વોલન્‍ટીયર્સ વિવિધ ક્ષેત્રે સેવાઓ આપે છે. તેવું શ્રી અમિત પટેલના અહેવાલ દ્વારા શ્રી સુભાષ શાહની યાદીમાં જણાવાયુ છે.


આ પણ વાંચો :