10 ફેબ્રુઆરી ટેડી: Teddy આપીને કરો પ્રેમનો ઈજહાર

જ્યારે તમારો બોયફ્રેંડ તમારી કોઈ નાનકડી વાતથી નારાજ થઈ જાય અને ઘણી કોશિશ કરવા છતા ન માને તો તમારે શુ કરવું જોઈએ. જો વાત હાથમાંથી નીકળી ગઈ તો આ જ સમજવામાં તમારી ભલાઈ છે કે સારું થયુ કે આવી વ્યક્તિથી તમારો પીછો છૂટી ગયો અને નહી તો થોડાક નકારાત્મક તુક્કા અજમાવવા પડશે જેનાથી તે પોતે તડપીને તમારી પાસે આવશે.

તમે તેનાથી સંપૂર્ણ રીતે દૂર રહો. કોઈ પણ વાત ન કરતાં, કોઈ ગુડબાય નહી અને કોઈ સફાઈ નહી. ફોન આવે તો સ્વિચ ઓફ કરી દો. થોડાંક નવા મિત્રોની સાથે તમે વ્યસ્ત થઈ જાવ. જો કોઈ ઈ-મેલ આવે તો કશુ પણ લખ્યા વગર જ સેંડ કરી દો. જો વોઈસ મેલ પર કોઈ મેસેજ આવે તો તેને સાંભળ્યા વગર જ ડિલીટ કરી દો.

તેને કોઈ પણ રીતે મેસેજ આપી દો કે તેનો પાક્કો મિત્ર તમારી સાથે મિત્રતા કરવા માંગે છે અને તમને પણ તે સારો લાગે છે. કદી તેની સામે જ તેના મિત્ર સાથે હોટલમાં જાવ અને સરસ અભિનય કરો.

થોડા સમય પછી તેને ખબર પડવી જોઈએ કે તમારું જીવન સમાજ સેવામાં લગાવવાનો નિર્ણય કર્યો છે, થોડા દિવસ સફેદ કપડાં પહેરવાનુ શરૂ કરી દો. હોટલમાં જાવ તો સાદુ ભોજન લેવાનો ઓર્ડર આપી દો. કોઈ આશ્રમની મુલાકાત પણ લઈ આવો. જો તે તમને સાચો પ્રેમ કરતો હશે તો જરૂર આવશે, અને જો તે ન આવે તો અહીંથી જ તેને ગુડબાય કરી દો અને ભગવાનનો આભાર માનો કે તમે એક અભિમાની પુરૂષને તમારો જીવનસાથી બનાવવાથી બચી ગયા.


આ પણ વાંચો :