તમને મળીને વરસો વીત્યા

વેબ દુનિયા|

N.D
ખૂબ દૂર આકાશમાં
ચમકતા જોયો હતો ગઈકાલે તેને
એકવાર તેના માટે પ્રાર્થના કરી હતી
લાગે છે કે તે કબૂલ થઈ ગઈ
તેના સુધી પહોંચવુ અશક્ય તો નહોતુ
પણ પગ કેમ જાણે આગળ વધ્યા જ નહી
અને અચાનક સાંજ પડી ગઈ

ઘણા દિવસો પછી તડકો ખીલ્યો હતો
વિચાર્યુ હતુ કે બધા દુ:ખ સુકાય જશે પણ જાણે ક્યાંથી વીજળી ચમકી અને વર્ષા આવી ગઈ
આંખો વર્ષોથી સજાવી રહી હતી સપનાં
કે આવનારી સવાર સોનેરી હશે
પણ આ વખતે રાત થોડી લાંબી થઈ ગઈ

સમયની ધૂળ વિખરાય ગઈ હતી
ખુશીઓની ડાળીઓ પર
જ્યારે હટાવી તો પાંદડીઓ બદરંગ થઈ ગઈ
સમુદ્રની ખારાશ તમને ક્યારેય ગમતી નહોતી
તમારી ફોટોને પણ હવે
પલળવાની આદત પડી ગઈ
તમને મળે વરસો વીતી ગયા
હવે પાછા ન આવી શકો તો પણ શુ
આ ગલી હવે 'પ્રતીક્ષા'ને નામ થઈ ગઈ


આ પણ વાંચો :