ચાઈનીઝ બોલ્સ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 3 બાફેલા બટાકા, 5 ફ્રેંચ બીંસ, 1/2 કપ બાફેલા લીલા વટાણા, 2 લીલા મરચા, 1 શિમલા મરચું, 1/2 ટી સ્પૂન અજીનોમોટો, 1 ટી સ્પૂન લાલ મરચુ પાવડર, 2 ટી સ્પૂન સોયા સોસ, 1/2 કપ મેદો, 3 ટેબલસ્પૂન તેલ, બ્રેડ કમ્બસ(બ્રેડનો ચુરો) મીઠુ સ્વાદમુજબ. તળવા માટે તેલ.

બનાવવાની રીત - બટાકાને મેથ કરી લો. ફ્રેંચ બીંસ અને શિમલા મરચાંને નાના ટુકડામાં કાપી લો. એક પેનમાં 3 ટે.સ્પૂન તેલ ગરમ કરો, જ્યારે તેલ ગરમ થઈ જાય ત્યારે તેમા સમારેલી શાકભાજીઓ નાખીને ફ્રાય કરો. અજીનોમોટો નાખીને 3-4 મિનિટ વધુ ફ્રાય કરો. હવે તેમા મસળેલા બટાકા, લીલા મરચા, લાલ મરચાનો પાવડર, સોયા સોસ અને મીઠુ નાખીને મિક્સ કરી લો. આ મિશ્રણની નાની નાની બોલ્સ બનાવી લો. હવે એક કપ પાણીમાં મેદો નાખીને ખીરુ તૈયાર કરો. આ ખીરામાં બોલ્સ ડુબાડી તેને બ્રેડ કમ્બસમાં લપેટી લો. એક કઢાઈમાં તેલ ગરમ કરો અને આ બોલ્સ તેમા તળી લો. ગરમા ગરમ ટોમેટો સોસ સાથે સર્વ કરો.


આ પણ વાંચો :