ટેસ્ટી શાકાહારી રેસિપી - પનીર ચીલી ભુરજી

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 250 ગ્રામ કેપ્સિકમ મરચાં, 2 ડુંગળી, 250 ગ્રામ ટામેટા, એક નાનું આદુ, 250 ગ્રામ પનીર, 100 ગ્રામ ચીઝ(છીણેલું), ત્રણ ચતુર્થાંત ચમચી ખાંડ, બે ચમચી મીઠું, બે ચમચી કોથમીર, બે ચમચી લાલ મરચું, એક ચમચી હળદર, એક ચમચી જીરું, આઠ મોટી ચમચી ઘી.

બનાવવાની રીત - ડુંગળી અને કેપ્સિકમને લાંબા ટૂકડાંમાં કાપી લો. જીરું, મીઠું, કોથમીર, મરચું, હળદર, ખાંડ, આદુને એકસાથે પીસી લો.

એક કઢાઈમાં ઘી ગરમ કરી પીસેલો મસાલો આઠ-દસ મિનિટ સુધી શેકો. હવે તેમાં કેપ્સિકમ મરચાં નાંખી પાંચ મિનિટ શેકો. મરચાં થોડા નરમ પડે એટલે ટામેટાં ઝીણાં કાપીને નાંખો. અડધો કપ પાણી નાંખો. બધું બરાબર મિક્સ થાય એટલે મિશ્રણમાં ચીઝ નાંખો. ચાર-પાંચ મિનિટ બાદ પનીર છીણીને ભભરાવો. આ મિશ્રણને બરાબર હલાવતા રહીને બરાબર રંધાવા દો. લાગે કે તમારું શાક તૈયાર થઇ ગયું છે એટલે ગેસની આંચ બંધ કરીને ઉતારી લો.


આ પણ વાંચો :