પાસ્તા ચાટ

વેબ દુનિયા|

P.R
સામગ્રી : 1 વાટકો ઉકાળેલા પાસ્તા(મેક્રોની), 1/4 ઉકાળેલા કાબુલી ચણા, ઉકાળેલા બટાકા, કોથમીર, કાપેલું લીલું મરચું, સૂંઠ, કોથમીરની ચટણી, મીઠું, લાલ મરચાનો પાવડર, સંચળ, ચાટ મસાલો, 1 નાની ચમચી તેલ.

બનાવવાની રીત : સૌથી પહેલા પાસ્તાને ગરમ પાણીમાં થોડું મીઠું નાંખી નરમ થાય ત્યાંસુધી ઉકાળો. જ્યારે ઉકળી જાય ત્યારે તેનું પાણી કાઢી તેમાં થોડું તેલ નાંખી બાજુએ મૂકી દો. બાદમાં ફ્રાઇંગ પેનને થોડું તેલ નાંખી ચીકણી કરી તેમાં પાસ્તા અનબધા મસાલા નાંખી મિક્સ કરો. હવે તેમાં ઉકાળેલા ચણા, ઉકાળીને કાપેલા બટાકા, કાપેલી કોથમીર, લીલા મરચાં મિક્સ કરો. દહીં, સૂંઠ અને ચટણી નાંખી ચટપટી પાસ્તા ડિશ સર્વ કરો.


આ પણ વાંચો :