ફાસ્ટ ફૂડ - બ્લેક બીન્સ બર્ગર

P.R
સામગ્રી - 4 બર્ગર બન(બર્ગર બનાવવા માટે), 1 મોટું બર્ગર બન(ટૂકડાં કરેલું), 3 ચમચી ઓલિવ ઓઇલ, 2 ચમચી ચોપ્ડ ગાર્લિક, 1 કેન બ્લેક બીન્સ, 1 ટેબલસ્પૂન લાઇમ લિંડ(બારીક પીસેલી તાજા લીંબુની છાલ), 3/4 ચમમી મરચું પાવડર, 1/2 ચમચી ફ્રેશ ઓરેગાનો, 1/4 ચમચી મીઠું, 1 ફેંટેલું ઈંડું, 1 મોટા ઈંડાની સફેદી(સામાન્ય ફેંટેલી), ટોમેટો સૉસ, ટોમેટો સ્લાઇસ, એવોકેડો, ડુંગળી, ગ્રીન લીવ્સ(કોબીજ).

બનાવવાની રીત - સૌથી પહેલા ક્રમ્બ્સ તૈયાર કરવા માટે બનના ટૂકડાંને ફૂડ પ્રોસેસરમાં 4 વખત પ્રોસેસ કરો જેથી ઓછામાં ઓછું 1 કપ ક્રમ્બ્સ તૈયાર થાય. હવે તેને બાઉલમાં કાઢી લો.

હવે ફૂડ પ્રોસેસરમાં 1 ચમચી ઓઇલ સાથે લસણ તથા બીન્સ નાંખી ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. એક બાઉલમાં આ મિશ્રણની સાથે ક્રમ્બ્સ નાંખો. પછી લાઇમ રિંડ તથા બાકી બચેલી સામગ્રી પણ ઉમેરી દો. સૂકા હાથે મિશ્રણને 4 બરાબર ભાગમાં વહેંચો. ચારેય ભાગને ત્રણ ઇંચની ટિક્કીનો આકાર આપો.

હવે એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી ઓઇલ નાંખી ટિક્કીઓને 4 મિનિટ માટે સામાન્ય આંચ પર એ રીતે ચઢવો જેથી કિનારીઓ અને ઉપર નીચેનો ભાગ પૂરી રીતે ચઢી જાય. અંદાજે ત્રણ-ચાર મિનિટમાં ટિક્કી ચઢીને તૈયાર થઇ જશે.

વેબ દુનિયા|
હવે ટિક્કીને એક બનમાં ટોમેટો સૉસ, ટોમેટો સ્લાઇસ, ગ્રીન લીવ્સ, એવોકેડો, ડુંગળી સાથે ગાર્નિશ કરી સર્વ કરો.


આ પણ વાંચો :