રંગીન સૂપ

વેબ દુનિયા|

N.D
સામગ્રી - 2 ટામેટા, 1 શિમલા મરચું, 1 ડુંગળી, 2 બ્રેડની સ્લાઈસ, 2 લીલા મરચાં, 1/2 ટેબલસ્પૂન તેલ, સજાવવા માટે ફુદીનાના પાન, દાડમના દાણા, મીઠુ સ્વાદમુજબ.

બનાવવાની રીત - ટામેટાને થોડીવાર માટે ઉકળતા પાણીમાં નાખીને કાઢો અને છોલી લો. શિમલા મરચાંને ગેસના તાપ પર છાલટાં કાળા પડતા સુધી સેકો પછી સારી રીતે ધોઈ લો જેથી કાળા છાલટા હટી જાય. હવે ટામેટા, શિમલા મરચાને કાપી લો. પેનમાં તેલ ગરમ કરો. તેના ઝીણી સમારેલી ડુંગળી નાખીને ગુલાબી થતા સુધી સેકી લો. બ્રેડ સ્લાઈસની કિનાર કાપી લો. હવે મિક્સરમાં ટામેટા, ડુંગળી, શિમલા મરચુ, બ્રેડ, લીલા મરચા અને 1/2 લીટર પાણી નાખીને બ્લેંડ કરો. સ્વાદમુજબ મીઠુ નાખો. રંગીલુ સૂપ તૈયાર છે. આને સર્વિંગ બાઉલમાં કાઢીને ફ્રિજમાં મુકીને ખૂબ ઠંડુ કરો. દાડમના દાણા અને ફુદીનાના પાનથી સજાવીને સર્વ કરો.


આ પણ વાંચો :