શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 14 જૂન 2017 (11:54 IST)

ગુજરાતી વાનગી - આ રીતે બનાવો Soft Pakoda(સોફ્ટ ભજીયા)

બેસનના ભજીયાની આપણે અનેક બીજી વાનગીઓ પણ  બનાવીએ છીએ જેવી કે ભજીયા-બટાકાનું શાક, કઢી-ભજીયા  પણ મોટાભાગે એવુ થાય છે કે પકોડા સારા બનતા નથી.  આજે અમે તમને પરફેક્ટ ભજીયા બનાવવાની રીત શીખવાડીશુ.. 
ટિપ્સ 
 
- ભજીયા બનાવવા માટે બેસન અને પાણીની માત્રાનુ ખૂબ ધ્યાન રાખો 
- બેસનને સારી રીતે ત્યા સુધી ફેંટતા રહો જ્યા સુધી બેસનમાં પરપોટા ન આવવા માંડે. તેનાથી પકોડા ફુલેલા બનશે. 
- બેસનને ફેટ્યા પછી તેને થોડી વાર આમ જ મુકી રાખો. 
- પકોડા તળતી વખતે જ્યારે તમને તેના પર કંઈક છેદ જોવા મળે તો સમજી જાવ કે આ સોફ્ટ થઈ ચુક્યા છે. 
- તમે બેસનમાં ચપટી બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. 
- પકોડા જેટલા ફુલેલા અને સોફ્ટ બનશે ગ્રેવીમાં નાખ્યા પછી એ અંદરથી એટલા જ રસદાર બનશે.