બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શાકાહારી વ્યંજન
Written By કલ્યાણી દેશમુખ|

છોલે પુલાવ

સામગ્રી  - પ૦ ગ્રામ છોલે (કાબુલી ચણા), ૧પ૦ ગ્રામ ચોખા, એક ચમચો આદું-મરચાં ની પેસ્ટ, એક ચમચી ધાણા જીરૂ પાઉડર, અડધો ચમચી રાઈ, અડધો ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, વધાર માટે તેલ, હીંગ, તજ, લવિંગ, મરી, તમાલપત્ર, સજાવટ માટે લીલાં ધાણાં, લીલુ કોપરૂ.

બનાવવાની રીત - છોલે ચણાં ને પાંચ થી છ કલાક પહેલાં પલાળી મૂકો, ચોખાં ને અડધો કલાક પહેલા પલાળી મૂકો, પલાળેલા ચણાને બાફી લો. હવે વધાર માટે બે ચમચી તેલ કઢાઈમાં નાખો, તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, હીંગ, તજ, લવિંગ, મરી, તમાલપત્ર અને આદું-મરચાંની પેસ્ટ નાખી થોડી વાર સાંતળી લો, ત્યારબાદ તેમાં મીઠું, હળદર અને પલાળેલા ચોખા અને બાફેલા ચણા નાખી કૂકરમાં એક સીટી  વગાડી લો.  છીણેલુ કોપરૂ અને સમારેલાં ધાણાંથી સજાવીને ગરમા ગરમ સર્વ કરો.