બુધવાર, 13 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: ગુરુવાર, 11 એપ્રિલ 2024 (11:28 IST)

Farali Recipe - દૂધપાક બનાવવાની રીત

doodh pak recipe
Doodh pak-નવરાત્રીનો તહેવાર શરૂ થયો છે, ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે. નવરાત્રીના નવ દિવસ સુધી ઘરોમાં અનેક પ્રકારની વાનગીઓ બનાવવામાં આવશે. આવી સ્થિતિમાં અમે તમારા ઉપવાસ દરમિયાન ખાવાની એક ખાસ રેસિપી લઈને આવ્યા છીએ.
 
 
સામગ્રી - 2 લીટર દૂધ, 
50 ગ્રામ મોરિયો
1 ટેબલસ્પૂન ઘી
1/2 કપ ખાંડ
1/2 ચમચી એલચી પાવડર
3-4 સેર કેસર
અડધી વાટકી બારીક સમારેલા ડ્રાયફ્રૂટ્સ અને જાયફળ.
 
વિધિ - 
- દૂધપાક બનાવવા માટે સૌપ્રથમ મોરિયોને સ્વચ્છ પાણીમાં ધોઈ લો અને પાણી નિથારી લો.
- હવે મોરિયોમાં ઘી મિક્સ કરીને તેને બાજુ પર રાખો.
- 2-3 ચમચી દૂધમાં કેસર મિક્સ કરીને બાજુ પર રાખો.
- હવે દૂધને સારી રીતે ઉકાળો. દૂધ જ્યારે ઉકળતુ હોય ત્યારે તેને હલાવતા રહો જેથી તળિયે ચોટે નહી. હવે મોરિયો નાખો. બે ચમચી ઘી લઈને ચોખામાં ઉમેરી સારી રીતે મિક્સ કરો. આ ચોખાને ઉકળતા દૂધમાં નાખીને સતત હલાવતા રહો. 10 એક મિનિટમાં મોરિયો દૂધમાં સીજી જાય કે તેમાં ખાંડ ઉમેરો.
- ખાંડ નાખ્યા પછી દૂધને સારી રીતે ઉકળવા દો. ખાંડ ઓગળ્યા પછી દૂધને સાધારણ ગુલાબી રંગ થાય ત્યાં સુધી સતત હલાવતા ઉકળવા દો. 
- જ્યારે દૂધનો રંગ બદલાય ત્યારે તેમા ઈલાયચીનો પાવડર, ચારોળી, બદામની કતરન અને ચપટી જાયફળ પાવડર નાખી મિક્સ કરો. 
- પાંચેક મિનિટ પછી ઉતારી લો.મ ગરમા ગરમ પૂરી સાથે પરોસો.

Edited By- Monica sahu