શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By

ગૌરી વ્રત કે જયાપાર્વતી વ્રત માટે મીઠા વગર ની મોળી થાળી

પૂરણ પોલી 
સામગ્રી - ચણાની દાળ 250 ગ્રામ, ખાંડ અથવા ગોળ 250 ગ્રામ, 200 ગ્રામ ઘઉંનો લોટ અને 200 ગ્રામ મેદો, 2 ચમચી તેલ 100 ગ્રામ ઘી. એક ચમચી એલચી, બદામ પીસ્તાનો ભુકો.
food thali
બનાવવાની રીત - ચણાની દાળ ને ધોઈ ને કુકરમાં બાફવા મુકો. દાળ બરાબર બફાય ગઈ છે કે નહિ એ જરા ચેક કરો.
વધારાનું પાણી હોય તો નીતારી લો .
દાળને મિક્સરમાં વાટી લો. એક પેનમાં વાટેલી ચણાની દાળ નાંખી ગેસ પર મુકો. એકદમ ગળી જાય એટલે તેમાં ગોળ કે ખાંડ નાંખો. ધીમા તાપે હલાવતા રહો. એકદમ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો .puran poli
તેમાં એલચી, બદામ ,પીસ્તા નો ભૂકો નાંખી ઠંડુ થવા દો.
 
હવે ઘઉં-મેંદો મિક્સ કરો તેમા તેલ નાખીને લોટ બાંધી લો.
એક લુંવો લઇ રોટલી અડધી વણી તેમાં પુરણ વચ્ચે મૂકી તેને ફરી પેક કરી રોટલી વણો. નોનસ્ટીક તવા પર રોટલીને શેકી લો. રોટલી ઉતારી તેના પર ઘી ચોપડીને ગરમાગરમ પીરસો.
 
ગૌરી વ્રત કે જયાપાર્વતી વ્રત ભગવાન શિવ અને પાર્વતીની કૃપા મેળવવા બાળાઓ આ વ્રત 5 દિવસ સુધી કરે છે. આ વ્રતમાં મીઠા વગરનુ એટલે કે મોળુ ભોજન કરવાના નિયમ હોય છે. આ વ્રતમાં મીઠા, ગોળ વગેરે ખાવાની મનાહી હોય છે. આ વ્રતમાં તમે નીચે મુજબની આ રેસીપી બનાવીને બાળાઓને સરસ ભોજન આપી શકો છો. આ વાનગીઓમાં મીઠા અને ગોળનો ઉપયોગ નહી કરવાનો રહે છે. 
 
આમરસ 
રાજગરાની મીઠી પુરી 
રાજગરાનો શીરો 
કાચા કેળાનુ શાક 
ગૌરીવ્રત માટે પૌષ્ટિક ચીક્કી
ગૌરીવ્રત સ્પેશ્યલ રેસીપી : લૂણી(ખાટીભાજી)ના ભજીયા
ગૌરીવ્રત જયાપાર્વતી વ્રતમાં બનાવો દરિયાની ખારી ભાજીનાં મુઠીયા અને વડા
ગૌરીવ્રત માટે સ્વીટ રેસીપી ઘઉંની રસમલાઈ
ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં ગોળનો વપરાશ ન થાય છે 

Edited By- Monica sahu