પાલક પનીર

palak paneer recipe
સામગ્રી - પાલક 500 ગ્રામ, ખાંડ, અડધી ચમચી, પનીર - 200 ગ્રામ(ચોરસ ટુકડામાં કાપેલુ), તેલ - 2 ટેબલ સ્પૂન, હીંગ-1-2 પિંચ, જીરુ - અડધી નાની ચમચી, કસૂરી મેથી - 2 નાની ચમચી,ટામેટા - 2થી 3, લીલા મરચાં 3-4, આદુ - 1 ઈંચ નાનો ટુકડો, બેસન - 2 નાની ચમચી, ક્રીમ અથવા મલાઈ - 2 ટેબલ સ્પૂન(જો તમે નાખવા માંગતા હોય તો, મીઠુ સ્વાદ મુજબ, ગરમ મસાલો- 1/4 નાની ચમચી, લીંબૂનો રસ - 2 નાની ચમચી.

બનાવવાની રીત - પાલકની દંડીઓ તોડી હટાવી દો, પાનને સારી રીતે ધોઈને એક વાસણમાં નાખો, 1/4 કપ પાણી અને ખાંડ નાખી દો. ઢાંકીને ઉકાળીને એક બાજુ મુકો, 5-6 મિનિટમાં પાલક ઉકળી જતા ગેસ બંધ કરો.

પનીરને ચોરસ ટુકડાને તળીને બાજુ પર મુકી દો.

ટામેટાને ધોઈને કાપી લો. લીલા મરચાંની દાંડિયો કાઢીને તેને સમારી લો, આદુને છોલીને બારીક ટુકડા કરો. આ બધાને મિક્સરમાં વાટી લો.

કઢાઈમાં તેલ ગરમ કરી તેમા હિંગ અને જીરુ નાખો, જીરુ સેકાયા પછી કસૂરી મેથી નાખો અને બેસન નાખીને થોડુ સેકી લો. હવે આ મસાલામાં ટામેટા, અદરક, મરચાનું પેસ્ટ નાખીને સાંતળો, હવે ક્રીમ કે મલાઈ નાખો અને મસાલો જ્યા સુધી તેલ ન છોડે ત્યાં સુધી સેકો.

ઉકાળેલી પાલકને ઠંડી કરીને મિક્સરમાં પેસ્ટ બનાવી લો. પાલકના પેસ્ટને મસાલામાં નાખી દો. રસા માટે તમને જોઈએ એટલુ પાણી અને મીઠુ નાખો. ઉકાળો આવે પછી તેમા પનીરના ટુકડા નાખી દો. 2 મિનિટ ઉકાળ્યા પછી ગેસ બંધ કરી દો. પાલક પનીરનુ શાક તૈયાર છે. ઉપરથી ગરમ મસાલો અને લીંબુનો રસ નાખો.


આ પણ વાંચો :