શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 24 નવેમ્બર 2021 (10:00 IST)

IFFIના ઈન્ડિયન પેનારોમા હેઠળ પસંદગી પામેલી ગુજરાતી ફિલ્મ “21મું ટિફિન”નું સ્ક્રિનિંગ યોજાયું

1952થી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) કાર્યરત છે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવામાં આવે છે અને ગોવા ખાતે એનું સ્પેશ્યલ સ્ક્રીનીંગ અને એવોર્ડ સેરેમની યોજાય છે. અહીં  ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત ભારતની દરેક ભાષામાંથી જે તે વર્ષની શ્રેષ્ઠ ફિલ્મોની પસંદગી કરીને આ ફેસ્ટિવલમાં વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો સાથે રીપ્રેઝન્ટ કરવામાં આવે છે.
 
ગુજરાતી ફિલ્મોનો IFFI સાથે બહુ જૂનો નાતો છે. અગાઉ ૧૯૮૦માં ફિલ્મ ‘ભવની ભવાઈ’ અને ૧૯૯૨માં ‘હું હુંશી હુંશીલાલ’ ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત IFFIમાં સિલેક્ટ થઈ ચૂકી છે. એ પછી ૨૦૨૧ માં ગુજરાતી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ સિલેક્ટ થઈ છે. વિજયગીરી ફિલ્મોસ પ્રોડક્શન હાઉસની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ આ વર્ષે IFFIમાં સિલેક્ટ થનારી એક માત્ર ગુજરાતી ફિલ્મ છે. વર્ષ ૨૦૨૦માં નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’નું શો કેઝ તરીકે  ઓપનીંગ સેરેમનીમાં ખાસ સ્ક્રીનીંગ ગોઠવાયું હતું.
 
નેશનલ એવોર્ડ વિજેતા લેખક રામ મોરીની ટુંકી વાર્તા પરથી બનેલી ફિલ્મ ‘૨૧મું ટિફિન’ અગાઉ WRPN WOMEN’S INTERNATIONAL FILM FESTIVALમાં આઉટસ્ટેન્ડિંગ એક્સેલન્સ કેટેગરીમાં વિજેતા થઈ છે. આ ઉપરાંત   TORONTO INTERNATIONAL WOMEN FILM FESTIVALમાં પસંદગી પામી અને સફળતાપૂર્વક સ્ક્રીનીંગ થયું છે. પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા નિર્મિત આ ફિલ્મમાં નીલમ પંચાલ, નેત્રી ત્રિવેદી અને રોનક કામદાર મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. ફિલ્મમાં મેહુલ સુરતીનું સંગીત છે અને પાર્થ તારપરા લિખિત ગીતને સ્વર આપ્યો છે ભારતીય સિનેમાના જાણીતા પ્લેબેક સિંગર મહાલક્ષ્મી ઐયરે.
ટિફિન સર્વિસનો બિઝનેસ ચલાવતી એક મહિલા તેના 21મા ગ્રાહકને મળે છે, જે બધું બદલી નાખે છે. તેના સંઘર્ષો છતાં, સ્ત્રી તેના અવરોધો પર વિજય મેળવે છે. તમામ જરૂરી પ્રોટોકોલને અનુસરીને, દિગ્દર્શક અને નિર્માતા વિજયગીરી બાવા રોગચાળાની મુશ્કેલ પરિસ્થિતિ દરમિયાન માત્ર સાત દિવસમાં ફિલ્મ બનાવવામાં સફળ થયા છે. ડિરેક્ટર વિજયગીરી બાવાની ફિલ્મ ‘૨૧મું ટિફિન’ ડિસેમ્બર ૨૦૨૧માં દર્શકો સુધી પહોંચશે.