શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By

Holi 2022- 17 માર્ચને હોળી, હોલીકા દહનની પૂજા કેવી રીતે કરવી, જાણો 10 સરળ વાતોં:

રંગની હોળી રમવાથી પહેલા હોળિકા પૂજન અને દહનની પરંપરા પ્રચલિત છે. હોળિકા પૂજનમાં આ 10 વાતોંનો ધ્યાન રાખવું જોઈએ. આવો જાણી 
1. હોળિકા દહન કરવાથી પહેલા હોળીની પૂજા કરાય છે. પૂજા કરતા સમયે પૂજા કરતા માણસને હોળિકાની પાસે જઈને પૂર્વ કે ઉત્તર દિશાની તરફ મોઢું કરીને બેસવું જોઈએ. 
 
2. પૂજન સામગ્રીઃ-
રોળી, કાચું સૂતર, ચોખા, ફૂલ, સાબૂત હળદર, મગ, બતાશા, નારિયળ, છાણાની માળા(નાના-નાના છાણાની માળા) ગુલાલ, નવા ઘઉં, એક પાણીનો લોટા વગેરે. તે સિવાય નવી ફસળના ધાન જેમ કે પાકા ચણાની બાળી અને ઘઉંની બાળી પણ સામગ્રીના રૂપમાં રખાય છે. 
3. ત્યારબાદ હોળિકાની પાસે ગોબરથી બનેલી ઢાળ અને બીજા રમકડા રાખીએ છે. 
 
4. હોળિકા દહન મૂહૂર્ત સમયમાં જળ, નાડાછડી, ગુલાલ અને ઢાળ અને રમકડાની ચાર માળાઓ ઘર પર લઈને રાખી લેવી જોઈએ. 
 
5. તેમાંથી એક માળા પિતરના નામની, બીજી હનુમાનજીના નામની, ત્રીજી શીતળા માતાના નામની અને ચોથી તમારા ઘર-પરિવારના નામની હોય છે/ 
 
6. કાચા સૂતરને હોળિકાની ચારે બાજુ લપેટીને ત્રણ કે સાત પરિક્રમા કરતા લપેટવી જોઈએ. 
 
7. પછી લોટાનો શુદ્ધ જળ અને બીજી પૂજન સામગ્રી એક-એક કરીને હોળિકાને સમર્પિત કરવી. 
 
8. રોળી, અક્ષત અને ફૂળને પણ પૂજનમાં પ્રયોગ કરાય છે. ગંધ ફૂલના પ્રયોગ કરતા પંચોપચાર વિધિથી હોળિકા પૂજન કરાય છે. પૂજન પછી જળથી અધ્ર્ય આપવું. 
 
9. હોળિકા દહન થયા પછી હોળિકામાં જે વસ્તુઓની આહુતિ અપાય છે. તેમાં કાચા આંબા, નારિયેળ, મકાઈ કે સાત ધાન, ખાંડના બનેલા રમકડા, નવી ફસળ ના કેટલાક ભાગ. સાતધાન- ઘઉં અડદ 
 
મગ ચણા જવ ચોખા અને મસૂર પણ અર્પિત કરવું. 
 
10. હોળિકાની ચારે બાજુ પરિક્રમા કરવી જોઈએ. બીજા દિવસે તેની રાખ લાવીને ચાંદીની ડિબિયામાં રાખવી જોઈએ.