શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી
Written By
Last Modified: સોમવાર, 18 માર્ચ 2019 (18:22 IST)

હોળી પર છોકરીને ભગાવીને લગ્ન કરે છે અહીં, જુઓ કેવી-કેવી હોળી

હોળી ભારતનો ખાસ અન મહત્વપૂર્ણ તહેવાર છે. હોળીને લઈને પણ અહીં જુદા-જુદા રીતની પરંપરા પ્રચલિત છે. હોળી ઉત્સાહ અને ઉમંગનો તહેવાર હોય છે. ઈંદ્રધનુષીય રંગની સમાન ભારતમાં રહેતી જુદા-જુદા રીતની જનજાતિ પણ હોળીને તેમના રીત જ મનાવે છે. અહી ભિન્નતા જ દેશને એક કરે છે. ક્યાંક હોળી પર તરંગોના તહેવાર હોય છે તો ક્યાં છોકરીને ભગાવીને લગ્ન કરવાનો ચલન છે અહીં ક્યાંક અંગારાને એક બીજા પર ફેંકાય છે અમે તમને જણાવીએ છે ભારતના જુદા જુદા પ્રાંતની અનોખી હોળી 
અંગારાની સાથે મનાવે છે હોળી 
ભારતનો હાર્ટ કહેવાતું રાજ્ય મધ્ય પ્રદેશના માલવામાં હોળીના દિવસે એક ખતરનાક પરંપરાનો ચલન છે. અહીં લોકો હોળીના દિવસે એક બીજા પર અંગારા ફેંકે છે. આવું કરવા પાછળના ધાર્મિક માન્યતા જણાવીએ છે. કહેવાય છે કે આવું કરવાથી હોળીકા રાક્ષસી મરી જાય છે. આ રીતનો રિવાજ કર્નાટકના ધાડવડ જિલ્લાના બિડાવલી ગામમાં પણ છે. તેમજ હોળીના સમયે લોકો અંગારાથી હોળી રમે છે. 
 
છોકરીને ભગાવીને કરી લે છે લગ્ન 
મધ્યપ્રદેશના ભીલ આદિવાસીમાં એક અજીબ રીતની પરંપરા છે. હોળીના અવસરે અહીં ગ્રામીણ બજાર લાગે છે જેને હૉટ કહે છે. અહીં લોકો હોળીની ખરીદી કરવા આવે છે પણ આ ખરીદીની સાથે છોકરા- છોકરીઓ માટે તેમના જીવનસાથી પણ શોધવા આવે છે. આદિવાસી છોકરાઓ એક ખાસ વાદ્યયંત્ર વગાડીને નૃત્ય કરતા કોઈ છોકરીને રંગ લગાવી નાખે છે. બદલામાં છોકરી પણ ગુલાલ લગાવે છે તો બન્નેની રજામંદી માની લેવાય છે. છોકરા પછી છોકરીને તેમની સાથે ભગાવીને લઈ જાય છે પછી બન્નેના લગ્ન થઈ જાય છે. 
 
આગ અને પત્થરથી મનાવે છે લોહી હોળી 
રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપુર જિલ્લામાં રહેતી જનજાતિ પણ હોળીની મોટી અજીવ રીતી નિભાવે છે. સ્થાનીય લોકો હોળિકા દહનના આવતા દિવસે સવારે રંગ ગુલાલથી હોળી રમતા સમયે હોળિકા દહનની રાખની અંદર દબેલી આગ પર ચાલે છે. એક બીજા પર પત્થરબાજી કરતા ખૂની હોળી રમવાની પરંપરા નિભાવે છે. આ લોકો ટોળીમાં વહેચીએ છે. પછી લોકો થોડી દૂર ઉભા થઈ એક બીજા પર પત્થર ફેંકવા શરૂ કરે છે. ધાર્મિક માન્યતા છે કે પત્થરની ઘાથી લોહી નિકળતા પર વર્ષ સારું વીતે છે. 
 
હોળી પર કરે છે માતમ 
જ્યાં હોળી રંગ અને ખુશીઓનો તહેવાર છે ચારે બાજુ રંગ છવાયું રહે છે તેમજ રાજસ્થાનના પુષ્કરના બ્રાહ્મણ સમાજના ચોવટિયા જોશી જાતિના લોકો હોળીના અવસરે ખુશીની જગ્યા શોક મનાવે છે. હોળાષ્ટકથી હોળી સુધીના સમયે તે લોકો તેમના ઘરમાં ચૂલો પણ નહી સળગાવતા જે રીતે ઘરમાં કોઈની મૃત્યું પર શોક મનાવે છે. તે જ રીતે હોળીના સમયે અહીં માતમ વાળી રસ્મ કરાય છે. સગાઓના ઘરથી ખાવું પીવું આવે છે આવું કરવા પાછળ એક જૂની સ્ટૉરી કે કે આ જનજાતિની એક મહિલા તેમના દીકરાને ખોડામાં લઈને હોળીકાની પરિક્રમા કરી રહી હતી. તે સમયે બાળક ખોડાથી ઉચકીને હોળીકાની આગમાં પડી ગયું. તેમના બાળકની રક્ષા કરવા માટે મા પણ આગમાં કોદી ગઈ અને બન્નેની મોત થઈ ગઈ. મરતા સમયે તે મહિલાના અંતિમ શબ્ક હતા કે હવેથી હોળી પર કોઈ ખુશી નહી મનાવશે પણ અહીં શોક મનાવશે તે જ સમયેથી આ પરંપરા ચાલી રહી છે. 
 
શાપના કારણે નહી ઉજવે છે હોળી 
હરિયાળા પ્રદેશના કેથલ જિલ્લાના દૂસરપુર ગામમાં વર્ષોથી હોળીનો તહેવાર નહી ઉજવાય છે. જણાવે છે કે આવું કરવા પાછળ ગામના એક બાબાનો શાપ છે. ગામના વડીલો મુજવ ઘણા વર્ષો પગેલા બાબા શ્રીરામ સ્નેહી દાસએ એક ગામવાળાની વાતથી ગુસ્સો થઈ હોળીકા દહનના સમયે આગમાં કૂદી તેમના જીવ આપી દીધા હતા. બળતા સમયે ગામવાળાને શાપ આપતા કહ્યું કે જે કોઈએ હોળી ઉજવી તો અપશકુન નક્કી છે. અપશગુનના ડરના કારણે આ ગામમાં આજ સુધી હૉળી નહી ઉજવાય છે. ગામમાં બાબાની પૂજા હોય છે. ગામના લોકો મુજબ હોળિકા દહનના દિવસે ગામના કોઈ છોકરા અને વાછરડાના એકસાથે જન્મ હોય તો આ શાપથી મુક્તિ મળી શકે છે. બન્ને ઘટના એક્સાથે હોવાથી આ શાપ સમાપ્ત થઈ શકે છે.