શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (11:49 IST)

Health Tips: ઘા કે દુખાવામાંથી રાહત આપવા ઉપરાંત બીજા ઘણા ફાયદા છે પાન ખાવાના

લગ્ન પાર્ટી સહિત અનેક કાર્યક્રમમાં ભોજન પાન વગર અધુરુ છે. બીજી બાજુ અનેક સ્થાન પર લોકો પાન નિયમિત રૂપે ખાય છે. મોટાભાગના લોકો સ્વાદ માટ પાન ખાય છે પણ પાન ખાવાના અનેક ફાયદા પણ છે. 
 
1. પાનમાં અલ્પ પ્રમાણમાં કપૂરની માત્રા સાથે ત્રણ-ચાર વાર ચાવવાથી પાયરિયા દૂર થાય છે પ્ણ પાનની પીક પેટમાં ન જવી જોઈએ. 
 
2. ખાંસી આવતા પાનમાં અજમો નાખીને ચાવવાથી લાભ થાય છે. 
 
3. કિડની ખરાબ થાય તો પાનનું સેવન કરવુ લાભકારી રહે છે. 
 
4.  વાગ્યુ હોય તો તેના પર પાનને ગરમ કરીને બાંધી દેવુ જોઈએ. તેનાથી દુખાવામાં આરામ મળે છે. 
 
5. દાઝી ગયા હોય તો પાન લગાવવાથી ફાયદો મળે છે. 
 
6. ચાંદા પડી ગયા હોય તો પાનના રસને દેશી ઘી સાથે લગાવવાથી ફાયદો થાય છે.