શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (16:51 IST)

રોજ એક લસણની કળી અનેક રોગોનો નાશ કરે છે

લસણની માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતો પણ તેને ખાવાથી અનેક હેલ્દી ફાયદા પણ થાય છે. તમે ક્યારેય વિચાર્યુ પણ નહી હોય કે લસણની કે કળી આપણી અંદર પેદા થનારા કેટલા રોગોનો નાશ કરી શકે છે.  આ અનેક બીમારીઓની રોકથામ અને ઉપચારમાં પ્રભાવી છે.  જ્યારે તમે કશુ પણ ખાતા કે પીતા પહેલા લસણ ખાવ છો તો તમારી તાકત વધે છે અને આ એક મહત્વપુર્ણ પ્રાકૃતિક એંટીબાયોટિકની જેમ કામ કરે છે.   આયુર્વેદમાં લસણને જવાન રાખનારું ઔષધ માનવામાં આવ્યુ છે.  સાથે જ આ સાંધાના દુ:ખાવાની પણ અચૂક દવા છે.  આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છે કે લસણ ખાવાથી થનારા આવાજ કેટલાક ફાયદા વિશે.. 

 
આગળ જાણો લસણના ફાયદા 
હાઈ બીપીથી બચાવ 
 
અનેક લોકોનુ માનવુ છે કે લસણ ખાવાથી હાઈપરટેંશનના લક્ષણોથી આરામ મળે છે. આ રક્તના પ્રવાહને નિયમિત કરવા ઉપરાંત દિલ સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. સાથે જ લીવર અને મૂત્રાશયને પણ સુચારૂ રૂપથી કામ કરવામાં સહાયક હોય છે. 
 
ડાયેરિયા દૂર કરે
 
પેટ સાથે સંબંધિત સમસ્યાઓ જેવી કે ડાયેરિયા વગેરેના ઉપચારમાં પણ લસણ પ્રભાવકારી હોય છે. કેટલાક લોકો તો એ પણ દાવો કરે છે કે લસણ તંત્રિકાઓથી સંબંધિત બીમારીઓના ઉપચારમાં ખૂબ લાભકારી હોય છે. પણ ફક્ત ત્યારે જ્યારે તેને ખાલી પેટ ખાવામાં આવે. 
ભૂખ વધારે 
 
આ પાચન પ્રક્રિયાને ઉત્તેજીત કરે છે અને ભૂખ પણ વધારે છે.  જ્યારે પણ તમને ગભરામણ થાય છે તો પેટમાં એસિડ બને છે. લસણ આ એસિડને બનવાથી રોકે છે. આ તણાવને ઓછુ કરવામાં પણ સહાયક છે. 
 
વૈકલ્પિક ઉપચાર 
 
જ્યારે ડિટોક્સીફિકેશનની વાત આવે છે તો વૈકલ્પિક ઉપચારના રૂપમાં લસણ ખૂબ પ્રભાવી હોય છે. લસણ એટલુ વધુ શક્તિશાળી છે કે આ શરીરના સૂક્ષ્મજીવો અને કીડાથી બચાવે છે. અનેક પ્રકારની બીમારીઓ જેવી કે ડાયાબીટિઝ, ટ્યૂફ્સ, ડિપ્રેશન અને કેટલાક પ્રકારના કેંસરની રોકથામમાં પણ આ સહાયક હોય છે.