બુધવાર, 27 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : મંગળવાર, 2 જુલાઈ 2024 (09:11 IST)

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

Tulsi Green Tea
ભારતમાં મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ છે. આ છોડને તેના ઔષધીય ગુણોના કારણે આયુર્વેદમાં ખૂબ જ ફાયદાકારક ગણાવવામાં આવ્યો છે. તુલસીના પાનને સીધું ખાવા ઉપરાંત તેનો ઉકાળો બનાવીને, ચામાં ઉમેરીને, પાવડર બનાવીને, તુલસીનું પાણી વગેરે બનાવીને તેનું સેવન કરી શકાય છે. તુલસીને વાત, કફ અને પિત્તને ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે, તેથી તુલસી તમને વરસાદની મોસમમાં ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી મુક્તિ અપાવી શકે છે.
 
તુલસીનું માત્ર ધાર્મિક મહત્વ જ નહીં પરંતુ આયુર્વેદમાં પણ તેનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. ઘણા પ્રકારના પોષક તત્વો ઉપરાંત તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે અને તેથી ચોમાસાની ઋતુમાં તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે ચોમાસામાં તુલસીના પાન તમારા માટે કેવી રીતે ઉપયોગી થઈ શકે છે.
 
દરરોજ સવારે ખાલી પેટે તુલસીના પાન લો.
બદલાતા હવામાનમાં વાયરલ ઈન્ફેક્શનથી સુરક્ષિત રહેવા માટે ઈમ્યુનિટી વધારવી ખૂબ જ જરૂરી છે. આ માટે દરરોજ સવારે ત્રણથી ચાર તુલસીના પાન નવશેકા પાણી સાથે ગળવા જોઈએ. જો કે, પાંદડા ચાવવાનું ટાળો, નહીં તો તે તમારા દાંતને નુકસાન પહોંચાડે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે તુલસીના પાન સતત 40 દિવસથી વધુ ન ખાવા જોઈએ.
 
ગળાના દુખાવા અને ખાંસીમાં  આપે છે રાહત
ચોમાસામાં ક્યારેક વરસાદ તો ક્યારેક ગરમીના કારણે તાપમાનમાં વધઘટ થતો રહે છે અને તેના કારણે ગળામાં ખરાશ, ઉધરસ, શરદી જેવી સમસ્યાઓ થવા લાગે છે. રાહત માટે તુલસીના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી આરામ મળે છે અથવા તુલસીના પાનને ચામાં ઉમેરીને પી શકાય છે.
 
પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે
ચોમાસામાં બેક્ટેરિયાના રહેવાને કારણે અથવા ખાવાની ખોટી આદતોને કારણે પેટ સંબંધિત સમસ્યાઓ થવી સામાન્ય બાબત છે. આનાથી છુટકારો મેળવવા માટે તુલસીના 8 થી 10 પાન લઈને તેને થોડા જીરા સાથે વાટીને મધ સાથે થોડું-થોડું ખાવાથી ઘણી રાહત મળે છે.
 
તુલસી  વાગ્યું હોય તો ઈન્ફેકશનથી બચાવે છે 
વરસાદની મોસમમાં ઘણી વખત ત્વચા પર ફોલ્લીઓ અથવા ઘા થવાને કારણે ચેપ લાગવાનો ભય રહે છે. તેનાથી બચવા માટે આ સમયગાળા દરમિયાન તુલસીના પાનનું સેવન કરવું જોઈએ. તેમાં હાજર એન્ટી-બેક્ટેરિયલ ગુણ ઘામાં  ઈન્ફેકશનથી બચાવે છે.