રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. ઘરની શોભા
Written By

Festive season માં ખરીદી રહ્યા છો Bedsheets તો જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

ફેસ્ટિવમાં જ્યા એક બાજુ લોકો પોતાના ઘરની સાફ સફાઈ કરવામાં વ્યસ્ત છે તો બીજી બાજુ માર્કેટમાં ખરીદી પણ જોર શોરથી ચાલી રહી છે. લોકો પોતાના ઘરનુ ઈંટીરિયર સુધી ચેંજ કરવામાં લાગ્યા છે. ઘરને ડિફરેંટ લુક ફક્ત ફર્નીચર જ નહી પણ ઘરમાં લાગેલા પડદા અને પાથરેલી બેડ સીટ પણ પોતાનો મહત્વનો રોલ ભજવે છે. તહેવારોના સમયે લોકો પોતાના બારી-બારણાના પડદા નવા લગાવે છે અને બેડ શીટ પણ નવી પાથરે છે. જો તમે પણ બેડ શીટ્સને ચેંજ કરવાના છો તો ફેસ્ટિવ સીઝનમાં તેના ડિઝાઈન કલર અને ફેબ્રિકનુ ખાસ ધ્યાન રાખો.. 
 
આમ તો ફેસ્ટિવ સીઝનમાં ડાર્ક કલર્સ વધુ પસંદ કરવામાં આવે છે પણ અનેક લોકો એવા પણ છે જે લાઈટ કલરને મહત્વ આપે છે.  જો તમે તહેવારના અવસર પર બેડ શીટ ખરીદી રહ્ય અછો તો તમારા રૂમના થીમ મુજબ બેડશીટ ખરીદો. નહી તો રૂમના કલર સાથે મેચિંગ કરીને ચાદરની પસંદગી કરો. 
 
વય મુજબ પસંદ કરો રંગ અને પ્રિંટ 
 
બાળકો માટે નર્સરી અને એનિમલ પ્રિંટની ચાદર બેસ્ટ રહે છે. બીજી બાજુ યુવાનો માટે અને વડીલો માટે ફ્લોરલ પ્રિંટ પરફેક્ટ છે. આ ઉપરાંત ગ્રાફિકલ ડિઝાઈન, રાજસ્થાની પ્રિંટ કે ઈમ્ર્બાયરીવાળી બેડ્શીટ્સ પણ બેસ્ટ છે. 
 
ફૈબ્રિકનુ રાખો વિશેષ ધ્યાન - ફૈબ્રિક હંમેશા ઋતુના હિસાબથી પસંદ કરો.. જેમ કે શિયાળો શરૂ થવાનો છે તો સિલ્ક, ફલાલેન, લિનેન અને નેટ વગેરેની બેડ્સીટ્સ પણ પાથરી શકાય છે. 
 
ગુડનાઈટ બેડસીટ્સ - બેડસીટ્સ તહેવારો માટે હંમેશા જુદી જ રાખવી જોઈએ... આવી બેડ્સીટ્સ શુભ પ્રસંગે અને વાર તહેવાર પાથરવાથી લુક સારુ રહે છે. ડેઈલી યુઝની બેડસીટ્સ અલગ રાખવી જોઈએ.. અને બને ત્યા સુધી રાત્રે જો તમે એ બેડ પર સૂતા હોય તો તેની જુદી અને લાઈટ રંગની રાખો.. કારણ કે રાત્રે સૂતી વખતે સ્વચ્છતા હોય તો આપણે બીમારીથી બચીશુ અને ઊંઘ પણ સારી આવશે.. આખો દિવસ પાથરેલી બેડ્સીટ્ પર રાત્રે સૂઈ જશો તો બીમારીના શિકાર બનશો..