શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શુક્રવાર, 4 જાન્યુઆરી 2019 (14:55 IST)

Facebook નો એપ ઈંસ્ટોલ કર્યા વગર પણ કંપની ટ્રેક કરી રહી છે ડિવાઈસ

ફેસબુક પર ઘટી રહેલ વિશ્વાસને કારણે જો તમે  તેનો એપ તમારા ડિવાઈસ પરથી હટાવી દીધો છે તો પણ કંપની તમને ટ્રેક કરી શકે છે.  વ્યક્તિગતના અધિકાર માટે કામ કરનારી કંપની પ્રાઈવેસી ઈંટરનેશનલના અભ્યાસમાં આ વાત સામે આવી છે. રિસર્ચ મુજબ તમારા મોબાઈલ પર ફેસબુક એપ ઈંસ્ટોલ નથી કર્યો કે તમારુ કોઈ ફેસબુક એકાઉંટ નથી તો પણ ફેસબુક કંપની બીજા એપની મદદથી તમારા ડેટા સુધી પહોંચ બનાવી શકે છે. 
 
આવા બધા એપ જેને બનાવતી વખતે ફેસબુક એસડીએક નામના એપ ડેવલોપિંગ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો. એ યૂઝરનો ડેટા ફેસબુકને મોકલી શકે છે. ડ્યૂલિંગો, ટ્રિપએડવાઈઝર, ઈંડીડ અને સ્કાય સ્કૈનર જેવા નામી એંડ્રોઈડ એપ પણ યૂઝરનો ડેટા ફેસબુક સાથે શેયર કરી રહ્યા છે. જર્મનીના શહેર લાઈપજિગમાં થયેલ કૈઓસ કમ્પ્યૂટર કોંગ્રેસમાં આ રિસર્ચને રજુ કરવામાં આવ્યો. 
 
 
આ રીતે થાય છે ડેટા ચોરી 
 
મોટાભાગના એપ ડેવલોપિંગ કંપનીઓ ફેસબુક સોફ્ટવેયર ડેવલોપમેંટ કિટ (એસડીકે) ઉપયોગ કરી રહી છે. જેટલા પણ એપ એસડીકે દ્વારા ડેવલોપ થયા છે, તે બધા ફેસબુક સાથે જોડાયેલા છે. યૂઝર જેટલીવાર એપનો ઉપયોગ કરે છે, એટલી વાર ડેટા ફેસબુક સુધી પહોંચે છે. 
 
આ ડેટા ચોરી થઈ રહ્યો છે 
 
મોબાઈલ ફોનમાં સેવ કરવામાં આવેલ નંબર, ફોટો-વીડિયો, ઈ-મેલ્સ તમે કંઈ કંઈ સાઈટ્સને કેટલા સમય સુધી જુઓ છે કે જોઈ ચુક્યા છો. એપ્સ પર કેવા પ્રકારની માહિતી શોધો છો વગેરે. 
 
ડેટા મોકલનારા 23 એપ્સમાંથી પાંચ એપ્સ આ છે 
 
ભાષા સિખવાડનાર એપ ડુઓલિંગો,. ટ્રેવલ એંડ રેસ્ટોરેંટ એપ, ટ્રિપ એડવાઈઝર, જૉબ ડેટાબેસ ઈનડીડ અને ફ્લાઈટ સર્ચ એંજિન સ્કાય સ્કૈનરના નામથી સામે આવી ચુક્યો છે. બ્રિટિશ સંસ્થાએ બાકીના 18 એપ્સનો ખુલાસો હજુ કર્યો નથી. 
 
ફેસબુક ડેટાનો આ રીતે ઉપયોગ કરે છે 
 
એપ દ્વારા ફેસબુકને યૂઝરના વ્યવ્હારની માહિતી મળી જાય છે. આ માહિતી વેચવામાં પણ આવે છે. જેના આધાર પર નક્કી કરવામાં આવે છે કે યૂઝરને ક્યા સમય કઈ જાહેરાત બતાવવામાં આવે. 
 
ડેટા શેયર કરવો એક સામાન્ય વાત 
 
પ્રાઈવેસી ઈંટરનેશનલના આ અભ્યાસથી સામે આવેલ પરિણામો પર સફાઈ આપતા ફેસબુકે કહ્યુ, અનેક કંપનીઓ ડેટા શેયર કરે છે અને આ એક સામાન્ય વાત છે. ડેટા શેયર કરવુ યૂઝર અને કંપની બંને માટે ઉપયોગી હોય છે.  આ માહિતીઓથી એપ ડેવલોપરને પોતાના એપની ગુણવત્તા સુધારવામાં મદદ મળે છે.  આ એક પારદર્શી પ્રકિયા છે જેની માહિતી અમારી ડેટા અને કુકીઝ પોલીસી દ્વારા યૂઝર્સને આપવામાં આવે છે.  ફેસબુક મુજબ નૉન ફેસબુક યૂઝર્સ કુકીઝને કંટ્રોલ કરી શકે છે અને આ નિશ્ચિત કરી શકે છે કે તેમના ડેટા મુજબ તેમને જાહેરાત બતાવાય કે નહી.