ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 22 નવેમ્બર 2023 (12:32 IST)

SIM Card Rule Change: 1 ડિસેમ્બરથી લાગૂ થશે સિમ કાર્ડ ખરીદવા-વેચવાનો નિયમ, થશે આ મોટા ફેરફાર

Sim Card Rules 2023: જો  તમે પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા કામના છે. સરકાર 1 ડિસેમ્બરથી સિમ કાર્ડ ખરીદવાના નવા નિયમો લાગૂ કરવા જઈ રહી છે. સરકારે પહેલા તેને 1 ઓક્ટોબરથી લાગૂ કરવાની હતી પછી તેના બે મહિના વધારી દેવામાં આવ્યા હતા. જો તમે નવુ સિમ ખરીદવાની પ્લાનિંગ કરી રહ્યા છો કે પછી સિમ કાર્ડ વિક્રેતા છો તો તમને નવા નિયમોની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. 
 
ઉલ્લેખનીય છે કે ફરજી સિમ દ્વારા અનેક પ્રકારની સ્કૈમ અને ફ્રોડને અંજામ આપવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખતા વધતા સ્કૈમના મામલા પર રોક લગાવવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારના દૂરદર્શન વિભાગ દ્વાર સિમ કાર્ડ ખરીદવા અને વેચવાના નવા નિયમો લાગવામાં આવ્યા છે. હવે આ  નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થઈ જશે. 
 
કેન્દ્ર સરકાર ફરજી સિમ કાર્ડથી થનારા સ્કૈમ અને ફ્રોડને લઈને ખૂબ સખત છે. તેથી નિયમોને સખ્તાઈથી લાગૂ કરવાની વાત કરવામાં આવી રહી છે. ટિપાર્ટમેંટ ઓફ ટેલિકમ્યુનિકેશને જે નવા નિયમ રજુ કર્યા છે તેમા સજાની પણ જોગવાઈ રાખવામાં આવી છે. જો વિક્રેતા કે પછી સિમ ખરીદનારો નિયમોને તોડે છે તો તેને દંડ આપવો પડી શકે છે કે પછી જેલની હવા પણ ખાવી પડી શકે છે. આવો તમને બતાવી દઈએ કે 1 ડિસેમ્બરથી કયા નિયમો બદવાના છે. 
 
સિમ ડીલર્સનુ થશે વેરિફિકેશન - સિમ કાર્ડના નવા નિયમો મુજબ સિમ વેચનારા બધા ડીલર્સનુ વેરિફિકેશન થવુ અનિવાર્ય રહેશે. એટલુ જ નહી ડીલર્સને સિમ વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવવુ પણ અનિવાર્ય રહેશે. કોઈપણ સિમ વેચનારા વેપારીની પોલીસ વેરિફિકેશનની જવાબદારી ટેલીકૉમ ઓપરેટર્સની રહેશે. નિયમોને નજરઅંદાજ કરવા પર 10 લાખ રૂપિયાનો દંડ આપવો પડી શકે છે.  ઉલ્લેખનીય છે કે વેપારીઓને વેરિફિકેશન માટે 12 મહિનાનો સમય અપવામાં આવ્યો છે.  
 
ડેમોગ્રાફિક ડેટા થશે કલેક્ટ - ઉલ્લેખનીય છે કે જો કોઈ કસ્ટમર પોતાના જૂના નંબર પર સિમ કાર્ડ ખરીદવા માંગે છે તો તેના આધારને સ્કૈન કરીને તેનો ડેમોગ્રાફિક ડેટા પણ કલેક્ટ કરવો અનિવાર્ય રહેશે. 
 
સિમ કાર્ડ બંધ કરાવવાનો આ રહેશે નિયમ 
 
સિમ કાર્ડના નવા નિયમોના આવ્યા પછી હવે બલ્કમાં સિમ કાર્ડ રજુ નહી કરવામાં આવે. બલ્કમાં સિમ કાર્ડ લેવા માટે લોકોને હવે બિઝનેસ કનેક્શન લેવુ પડશે. પણ જો કોઈ યુઝર પહેલાથી જ એક આઈડી પર 9 સિમ કાર્ડ લેવા માંગે છે તો તે લઈ શકેછે. જો કોઈ વ્યક્તિ પોતાની સિમ કાર્ડ બંધ કરવા માંગે છે તો તે નંબર 90 દિવસ પછી જ બીજી વ્યક્તિને લાગૂ થશે. 
 
જેલ અને દંડની જોગવાઈ 
સિમ કાર્ડના નવા નિયમોના મુજબ બધા સિમ વેચનારા વિક્રેતાઓને 30 નવેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય છે. આ નિયમનુ ઉલ્લંઘન કરવા પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને સાથે જેલ સુધી સજા થઈ શકે છે.