રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Updated : ગુરુવાર, 22 ઑગસ્ટ 2024 (19:07 IST)

Jammu Kashmir Election 2024 - જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કૉન્ફ્રેસ અને કોંગ્રેસ મળીને લડશે ચૂંટણી, ફારુક અબ્દુલ્લાએ કર્યુ ગઠબંધનનુ એલાન

Jammu Kashmir Election
Jammu Kashmir Election
બધી 90 સીટો પર મળીને ચૂંટણી લડશે નેકાં અને કોંગ્રેસ 
ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ - કોઈનેમાટે કોઈ દરવાજા બંધ નથી 
ફારૂક અબ્દુલ્લાએ રાજ્યના દરજ્જા પર આપ્યુ જોર 
 
શ્રીનગર. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનુ એલાન થઈ ગયુ છે. પ્રદેશમાં ચૂંટણીની તૈયારીઓને લઈને બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે અને સાંસદ રાહુલ ગાંધી શ્રીનગર પહોચ્યા. 
 
મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીએ ગુરૂવારે જમ્મુ-કાશ્મીર વિધાનસભા  (Jammu Kashmir Election 2024) ચૂંટણીને લઈને નેશનલ કૉન્ફ્રેંસ (National Conference) ના નેતા ફારૂક અબ્દુલ્લા અને અન્ય નેતાઓ સાથે મુલાકાત કરી. આ બેઠક પછી નેકાં અધ્યક્ષએ એલાન કર્યુ કે આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) અને નેશનલ કૉન્ફ્રેસ્ન  (NC) મળીને બધી 90 સીટો પર વિધાનસભા ચૂંટણી લડશે. 

તેમણે કહ્યું.  "અમે આનુ વચન આપ્યું છે," આ રાજ્યએ ખરાબ દિવસો જોયા છે. અમે આશા રાખીએ છીએ કે રાજ્યને સંપૂર્ણ સ્વાયત્તતા મળશે અને અમે આ મામલે દરેક રીતે ઈન્ડિયા અલાયન્સ સાથે ઊભા છીએ.
 
જ્યારે પ્રેસે ફારુક અબ્દુલ્લાને પૂછ્યું કે શું તેઓ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી લડશે, તો જવાબમાં તેમણે કહ્યું (હસતાં) કે તમે મને આ પ્રશ્ન ન પૂછો એ જ સારું છે. હું આનો જવાબ નહીં આપુ. 
 
ત્રણ ચરણોમાં થશે ચૂંટણી
ગઈ 16 ઓગસ્ટના રોજ ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા માટે વિધાનસભા ચૂંટણીનુ એલાન કર્યુ હતુ. 90 વિધાનસભા સીટોવાળા જમ્મુ-કાશ્મીરમાં ત્રણ ચરણોમાં ચૂંટણી થશે. પહેલા ચરણની ચૂંટણી 18 સપ્ટેમ્બરના રોજ થશે. બીજા ચરણની ચૂંટણી 25 સપ્ટેમ્બરના રોજ થશે અને ત્રીજા ચરણની ચૂંટણી 1 ઓક્ટોબરના રોજ થશે. બીજી બાજુ હરિયાણામાં બધી 90 સીટો પર ચૂંટણી એક જ તબક્કામાં થશે.  ચૂંટણીનુ પરિણામ 4 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવશે.