જ્યોતિષ 2018 : શુ તમારો જન્મ ફેબ્રુઆરીમા થયો છે તો જાણો કેવા છો તમે


તમારો જન્મ કોઈપણ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં થયો છે તો એસ્ટ્રોલોજી કહે છે કે તમારામાં ગજબની આકર્ષણ શક્તિ છે. તમારામાં બે અદ્દભૂત શક્તિઓ છે એક અંતર્બાધ ક્ષમતા મતલબ ઈંટ્યૂશન પાવર અને બીજી ગ્રહણ કરવાની ક્ષમતા. જેને અંગ્રેજીમાં ગ્રોસ્પિંગ પાવર કહે છે. તમારામાં એક જુદા પ્રકારની વિચિત્રતા પણ જોવા મળે છે.

જ્યારે ખુશ થાવ છો તો એટલા ખુશ થાવ છો કે ખુશી તમારાથી સચવાતી નથી, અને જ્યારે દુ:ખી થાવ છો તો એટલા કે પોતાની આજુબાજુ એક રહસ્ય બનાવીને ચાલો છો. તમને સમજવુ ખૂબ જ મુશ્કેલ તો નથી, પરંતુ એટલુ સહેલુ પણ નથી. ક્યારે કંઈ વાત પર ભડ્કી જાવ તે કોઈ નથી જાણતુ. તમારા મિત્રોની સંખ્યા ખૂબ હોય છે. દરેક વયના, દરેક વર્ગના મિત્રો તમારા ગ્રુપમાં મળી જશે, પરંતુ તેમની સાથે કેટલી નિભાવી શકશો તેના પ્રત્યે કંઈ પણ કહેવુ બેકાર છે. ક્યારેય કોઈનાથી પણ રિસાઈ જાવ છો. તેને એમ સમજો કે મનથી સરળ, સ્વભાવથી મુશ્કેલ તમારી સિંપલ ડેફિનેશન છે.
Happy Friendship Day
Happy Friendship Day

ભાવુકતા તમારા કેરિયરમાં અવરોધ છે. જેના પર વિજય કરવો ખૂબ જરૂરી છે. મોટાભાગે બેઠા બેઠા દગો ખાઈ જાવ છો, કારણ કે દરેક પર વિશ્વાસ કરવો તમારી નબળાઈ છે. દુનિયામાં બંને હાથેથી લૂંટાવવા માટે તમે જન્મ્યા છો. બચત કરવી તો તમને આવડતી જ નથી. ફેબ્રુઆરીવાળા કેટલાક લોકો એટલા નિર્દોષ હોય છે કે થોડીક પણ બચત કરશે તો આખી દુનિયામાં હાહાકાર મચાવી દેશે

તમે ભાગ્ય કરતા વધુ કર્મથી આગળ વધો છો. તમારો સ્વભાવ રોમાંટિક તો રહેવાનો જ કારણ કે 'વેલેંટાઈન ડે' વાળા મહિનામાં જન્મ્યા છો. છોકરીઓ તમારા માર્ગમાં નિસાસા નાખે છે અને તમે આ વાત પર ખૂબ ઘમંડ કરો છો. પરંતુ એ વાતનુ કાયમ ધ્યાન રાખો છો કે ખુદની મર્યાદા કે ઈજ્જત પર કોઈ આંચ ન આવે. તમારો પ્રેમ ખૂબ જ ઊંડો અને પવિત્ર છે. છલ-કપટથી દૂર.

બહારી બ્યુટી તમને એટલી આકર્ષિત નથી કરતી જેટલુ કોઈ નિર્દોષ સીધુ અને સાચુ દિલ. પ્રેમમાં છીછરી હરકતો તમને બિલકુલ ગમતી નથી. તમે મોટાભાગે પ્રેમમાં દોસ્તી અને દોસ્તીમાં પ્રેમ શોધો છો, અને આ જ કફ્યુજનમાં બંન્નેને ઓળખી નથી શકતા. માન્યુ કે તમારો ઈંટ્યુશન પાવર ગજબનો છે પણ બસ અહીં જ તમારો ઈંટ્યુશન અને કમ્યુનિકેશન પાવર ફેલ થઈ જાય છે.

તમે દિલની વાત દરેકને કહેશો પણ જેને કહેવાની છે તેને નથી કહી શકતા. તમને તમારા જીવન પ્રત્યે એક જ ફરિયાદ છે કે તમે જેટલી ગહેરાઈથી ઈચ્છો છો એટલી તેની અંદર તમને મળી નથી શકતી.

તમે ખૂબ નાની-નાની વાતોને દિલથી લઈ લો છો. દરેક વાતના ત્રણ ચાર અર્થ કાઢો છો, એ જ કારણ છે કે તમે ખૂબ જ ધીમી ગતિથી પ્રગતિ કરો છો. તમારી ઈમાનદારી અને સ્પષ્ટ વ્યવ્હારના દુનિયા વખાણ કરે છે. તમે કાયમ બીજાની હેલ્પ કરવા તૈયાર રહો છો.

ફેબ્રુઆરીમાં જન્મેલા મોટાભાગે ડોક્ટર, લેખક, શિક્ષક, કમ્પ્યુટર વિશેષજ્ઞ કે નેતા હોય છે. આનાથી જુદા ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે તેમને ખૂબ સંઘર્ષ કરવો પડે છે. ભાગ્યના બાબતે થોડા કમનસીબ કહેવાશે. તેમને તેમની યોગ્યતા મુજબ પદ અને પૈસો મોટા ભાગે મળતો નથી, કે પછી મોડો મળે છે. ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોમાં એક વિશેષ પ્રકારનો લોભામણો અંદાજ હોય છે. પોતાની વાણીથી તેઓ મહેફીલ જીતી લે છે.

ફેબ્રુઆરી મહિનાની છોકરીઓ દેખાવમાં સામાન્ય પરંતુ પ્રખર બુદ્ધિવાળી હોય છે તેમના વ્યક્તિત્વમાં ચમક હોય છે, પરંતુ પોતે તેનાથી અજાણ હોય છે. જ્યા સુધી કોઈ તેમને તેમની ખૂબી બતાવી ન દે ત્યાં સુધી તેમને વિશ્વાસ નથી થતો. પ્રેમ બાબતે મોટાભાગે તેમની નૈયા ઝોલાં ખાય છે.

તેમનો ઈગો તેમને તેમના જીવનસાથી સમક્ષ નમતા રોકે છે, એ જ કારણ છે કે 'બ્રેકઅપ' કે પછી 'કોઈ અફેયર જ નહી' એ તેમના જીવનની હકીકત બની જાય છે. મન તેમનુ પ્રેમથી ભરપૂર હોય છે બસ તેને પ્રેમથી હેંડલ કરનારની જરૂર છે. ફેબ્રુઆરીમાં જન્મેલી છોકરીઓ જો પરણેલી છે તો પતિનો ખૂબ જ પ્રેમ મેળવે છે. આ જો થોડી સમયની સાથે ચાલે તો તેમનુ જીવન ખીલી જશે.

P.R
બધા ફેબ્રુઆરીમાં જન્મેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે પોતાનુ વ્યક્તિત્વ દ્દઢ બનાવો. પોતાના આત્મવિશ્વાસને ક્યારેય કમજોર ન પડવા દેશો. સમય સાથે જરૂરી પરિવર્તન સ્વીકારી લો. જૂની વિચારધારાને ત્યાગશો તો તમારા જેવો પ્રેમાળ વ્યક્તિ કોઈ નહી. હેપી બર્થ ડે.

લકી નંબર : 4, 7, 9
લકી કલર : વ્હાઈટ,બેબી પિંક, રાણી
લકી ડે : સેટરડે, થર્સ ડે
લકી સ્ટોન ; એમરલ્ડ, એમોથિસ્ટ

સલાહ - છોડ અને સૂર્યને પાણી ચઢાવો


આ પણ વાંચો :