રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Modified: સોમવાર, 17 ડિસેમ્બર 2018 (16:16 IST)

વર્ષ 2019માં આ 3 રાશિયો પર રહેશે શનિની સાઢેસાતી અને ઢૈય્યા

વર્ષ 2018નો અંત થવામાં થોડાક જ દિવસ બાકી છે. ત્યારબાદ નવુ વર્ષ 2019 શરૂ થઈ જશે. નવુ વર્ષ શરૂ થતા ગ્રહ નક્ષત્રોની ગણનાનુ પણ મહત્વ વધી જાય છે. 
 
જ્યોતિષની નજરમાં આવનારુ નવુ વર્ષ બધા માટે કેવુ રહેવાનુ છે તેનુ આકલન કરવામાં આવે છે.  જ્યોતિષ મુજબ બધા નવ ગ્રહોમાં જાતકની કુંડળીમાં શનિનો પ્રભાવ ખૂબ 
 
મહત્વ ધરાવે છે.   જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયનો દેવતા માનવામાં આવે છે. શનિદેવ વ્યક્તિના કર્મોના હિસાબથી જાતકને યોગ્ય ફળ પ્રદાન કરે છે. સારા કર્મ કરનારો 
 
વ્યક્તિ સારુ ફળ અને ખરાબ કર્મ કરનારા વ્યક્તિને કષ્ટ આપે છે. શનિ સ્વભાવથી ક્રૂર અને જુદો જ ગ્રહ છે. 
 
વર્ષ 2019માં આ રાશિયો પર શનિની અશુભ છાયા રહેશે 
 
 
જ્યોતિષમાં કોઈની કુંડળીમાં શનિની સ્થિતિ અને ભાવ ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. શનિની સાઢેસાતી અને ઢૈય્યા કઈ કંઈ રાશિયો પર રહેશે તેનુ અનુમાન કુંડળી જોઈને લગાવી શકાય છે. પણ જ્યોતિષ ગણના મુજબ શનિની સાઢે સાતી કે ઢૈય્યા કઈ રાશિયો પર પડવાની છે અને કંઈ રાશિયોને શનિની અશુભ છાયાથી મુક્તિ મળશે તે જાણ થઈ શકે છે. 
 
વર્ષ 2019માં શનિની સાઢેસાતી 3 રાશિયો પર પડવાની છે અને 2 રાશિયો પર શનિના ઢૈય્યાનો પ્રભાવ રહેશે 
 
-  વર્ષ 2019માં વૃશ્ચિક, ધનુ અને મકર રાશિવાળા જાતકો પર આખુ વર્ષ શનિની સાઢેસાતીની અસર દેખાશે 
- તો બીજી બાજુ 2019માં વૃષભ અને કન્યા રાશિના જાતકો પર શનિની ઢૈય્યા રહેશે.